મેલબોર્નઃ કોરોના વાઇરસના કારણે ભારત સહિત કેટલાય દેશોમાં લોકડાઉન ચાલુ છે, ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ભારત સામે ટેસ્ટ સીરિઝના આયોજન માટે તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે સૂચન આપ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તમામ મેચ એક જ ગ્રાઉન્ડ એડિલેડ ઓવલમાં યોજવી જોઇએ.
ભારત અને ઓસ્ટ્રેલિયાની સીરીઝ એડિલેડ ઓવલ ગ્રાઉન્ડમાં યોજવા હેઝલવુડનુ સૂચન આર્થિક રીતે નબરી પડેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે નુકસાનની ભરપાઇ કરવા માટે દરેક પરિસ્થિતિંમાં ભારત સામે સીરિઝ રમવા માંગે છે. હેઝલવુડે ઓસ્ટ્રેલિયન મીડિયાને કહ્યું કે, એડિલેડ ઓવલનું મેદાન છેલ્લાં ચાર-પાંચ વર્ષનું શ્રેષ્ઠ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. આ મેદાનમાં બોલર્સ અને બેસ્ટ્મેન્સ બન્નેને મદદ મળે છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઇઓ કેવિન રોબટર્સે ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસના મહત્વ વિશે જણાવ્યું હતું કે, તેમના માટે આ પ્રવાસ ફક્ત ગ્રાઉન્ડની અંદર જ નહી પણ ગ્રાઉન્ડની બહાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં તેમણે કહ્યું કે, ભારતીય ટીમના પ્રવાસથી રોકડ અને રોકાણ સારી સ્થિતિમાં આવશે, આશરે 100 મિલિયન જેવુ થશે, તે અમારા માર્ચના અંતિમ આંકડા સમાન છે.
ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે, તેમજ ત્રણ ટી-20 મેચ રમવાની છે. ટી-20 સીરિઝ ઓક્ટોબરમાં થનાર ટી-20 વલ્ડ કપથી પહેલા રમાઇ જશે. હેઝલવુડ અત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી બહાર છે. તેનું લક્ષ્ય આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરીને વાપસી કરવાનો હતો. તેમણે જણાવ્યું કે, અત્યારની સ્થિતિ પ્રમાણે ટી-20 વલ્ડ કપ પહેલા કોઇ મેચ રમાશે નહી. જેથી મારી વાપસી થોડીક મુશ્કેલ છે.