વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડ ક્રિકેટે કહ્યું કે, તેમણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની યજમાનીનો પ્રસ્તાવ રાખ્યો ન હતો. આ વર્ષની આઈપીએલ સીઝન કોવિડ-19ના કારણે સ્થગિત કરવામાં આવી છે. લીગની શરુઆત માર્ચમાં થવાની હતી પરંતુ કોવિડ-19ના કારણે આઈપીએલ સીઝનને થોડા સમયમાટે સ્થગિત કરવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ કહ્યું, "અમે IPLની યજમાનીનો પ્રસ્તાવ રાખ્યો નથી"
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તા રિચાર્ડ બુકે કહ્યું કે, અમે આઈપીએલની યજબાનીનો પ્રસ્તાવ રાખ્યો નથી અને પ્રસ્તાવ રાખવા પણ માગતા ન હતા.
એક મીડિયા રિપોર્ટે જણાવ્યું કે, ભારતમાં કોવિડ-19ની સ્થતિને જોઈ આઈપીએલ 2020નું આયોજન અન્ય કોઈ દેશમાં કરવામાં આવી શકે છે. જેના માટે યુએઈ અને શ્રીલંકામાંથી બંન્નેમાંથી એકની પસંદગી કરવામાં આવશે. બીસીસીઆઈ, આઈસીસી દ્વારા T-20 વર્લ્ડ કપના આયોજનની રાહ જોઈ રહ્યું છે. T-20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે ઓસ્ટ્રેલિયામાં થશે, પરંતુ કોવિડ-19 મહામારીને લઈને આયોજન પર વિચારણા કરવામાં આવી છે.
બીસીસીઆઈ અધ્યક્ષે કહ્યું કે, તે આ વર્ષ આઈપીએલ કરાવવા માગે છે. તેમની પ્રાથમિકતા દેશમાં T-20 વર્લ્ડ કપનું આયોજન કરાવવાની છે.