ગુજરાત

gujarat

ETV Bharat / sports

હસન અલી બે COVID ટેસ્ટ નેગેટિવ આવતા પાકિસ્તાની ટ્રેનીંગમાં જોડાશે - પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

પાકિસ્તાની ક્રિકેટર હસન અલી કોરોનાથી સંક્રમિત થયા હતાં. તેેમનો કોરોના રિપોર્ટ બે વાર નેગેટિવ આવતા હવે તે પાકિસ્તાનમાં ટ્રેનીંગમાં જોડાઈ શકશે અને આગળની મેચમાં પણ ભાગ લઈ શકશે.

હસન અલી
હસન અલી

By

Published : Mar 23, 2021, 1:26 PM IST

  • વાઈરસના વધતા જતા કેસોને કારણે PSL મુલતવી રાખવામાં આવી હતી
  • PSLની છઠ્ઠી સીઝન શરૂ થતાં પહેલાં હસનનો COVID ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો
  • ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર ફવાદ અહમદ પણ થયા હતા કોરોના સંક્રમિત

કરાંચી(પાકિસ્તાન): શરૂઆતમાં COVID માટે પોઝિટીવ આવ્યા બાદ, સીમર હસન અલીના બે COVID ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. હસન મંગળવારથી તેમના દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસ પહેલા પાકિસ્તાનમાં ટ્રેનીંગમાં જોડાશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ અને અધિકારીઓના કરાવ્યા હતા COVID ટેસ્ટ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) તેમના ખેલાડીઓ અને અધિકારીઓને દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલા COVID ટેસ્ટ કરાવવા કહ્યું હતું. હસનને બાદ કરતા, દરેકના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પાકિસ્તાન સુપર લીગ (PSL)ની છઠ્ઠી સીઝન શરૂ થતાં પહેલાં પણ હસનનો COVID ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. બાદમાં ફ્રેન્ચાઇઝી ખેલાડીઓ અને અધિકારીઓમાં વાઈરસના વધતા જતા કેસોને કારણે PSL મુલતવી રાખવામાં આવી હતી. PCBના કેટલાક બોર્ડ કર્મચારીઓનો COVID ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો હતો.

આ પણ વાંચો:સ્ટુઅર્ટ બ્રૉડને ટીમ બહાર રાખવાથી કોઈ અફસોસ નથી: બેન સ્ટોક્સ

ઇસ્લામાબાદ યુનાઇટેડના ગેટ ટુગેધર બાદ થયો હતો કોરોના

અહેવાલો અનુસાર, હસન એક નાના ગેટ ટુગેધર બાદ પોઝિટીવ આવ્યો હતો. આ ઇવેન્ટમાં ઇસ્લામાબાદ યુનાઇટેડના ખેલાડીઓ હાજર હતા. જેમાં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર ફવાદ અહમદ પણ ઉપસ્થિત હતા, જે લીગ દરમિયાન પોઝિટીવ આવ્યા હતાં. જૂન મહિનામાં ફરી શરૂ થનારી PSLમાં હસન અને ફવાદ ઇસ્લામાબાદ યુનાઇટેડ ટીમનો ભાગ છે. પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકામાં ત્રણ વનડે અને ચાર ટી -20 સહિત ઝિમ્બાબ્વેમાં બે ટેસ્ટ અને ત્રણ ટી -20 મેચ રમશે.

આ પણ વાંચો:MS ધોની એક મહાન ક્રિકેટરની સાથે યુવાનો માટે રોલ મોડેલ: વસીમ જાફર

ABOUT THE AUTHOR

...view details