ગુજરાત

gujarat

ETV Bharat / sports

હાર્દિક પંડ્યાએ પોતાની માં સાથેના નાનપણના ફોટો કર્યો શેર, લખ્યું હાર્ટ ટચિંગ કેપ્સન - હાર્દિક પાંડ્યા ટ્વિટ

લંડનઃ ભારતની ક્રિકેટ ટીમના સુપરફાસ્ટર ખેલાડી હાર્દિક પાંડ્યાની થોડા સમય પહેલા જ લંડનમાં સર્જરી કરવામાં આવી છે. જેનો ફોટો તેમને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. હાલના દિવસોમાં તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, તેમને પોતાના વન-ડે ડેબ્યૂના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર એક પોસ્ટ કરી હતી. હવે તેમને પોતાના મા સાથેની ફોટો શેર કરી છે.

હાર્દિક પાંડ્યાએ પોતાની માં સાથેના નાનપણના ફોટો શેર કર્યો, લખ્યું હાર્ટ ટચિંગ કેપ્સન

By

Published : Oct 19, 2019, 10:15 AM IST

હાર્દિક પાંડ્યાએ પોતાની મા સાથેના બે ફોટા શેર કર્યા છે, એક ફોટો તેમના નાનપણનો છે અને બીજો ફોટો હાલનો છે. હાલ હાર્દિક પંડ્યા લંડનમાં છે.

હાર્દિક પાંડ્યાએ પોતાની માં સાથેના નાનપણના ફોટો શેર કર્યો

શુક્રવારના રોજ હાર્દિક પાંડ્યાએ પોતાની મા સાથેનો ફોટો શેર કર્યો હતો. એક ફોટામાં તેઓ પોતાની મા ના ખોળામાં બેઠા છે. જ્યારે બીજો ફોટો લેટેસ્ટ છે. જેમાં તેઓ પોતાના મા સાથે બેસી પોઝ આપી રહ્યાં છે. તેમને ટ્વીટ કરેલા ફોટોમાં લખ્યું કે- હંમેશા તમારી બાજુ છુ માં.

તમને જણાવી દઇએ કે છેલ્લા અઠવાડિયે હાર્દિક પંડ્યાની લંડનમાં સર્જરી થઇ છે. 2018ના એશીયા કપ પછી તેમની ફિટનસને લઇને તકલીફ પડી રહી છે. પણ આઇપીએલ સુધી તેઓ સ્વસ્થ થયા અને વર્લ્ડ કપ રમ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details