ગુજરાત

gujarat

ETV Bharat / sports

પિતા બનશે હાર્દિક, સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરી આપી જાણકારી - હાર્દિક પંડ્યા

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પાંડ્યાએ રવિવારે સોશિયલ મીડિયાના માધ્યમથી પુષ્ટી કરી કે, તે ટૂંક સમયમાં પિતા બનવાના છે.

ETV BHARAT
પિતા બનશે હાર્દિક, સોશિયલ મીડિયામાં શેર કરી જાણકારી

By

Published : May 31, 2020, 9:18 PM IST

હૈદરાબાદઃ ઓલરાઉન્ડર હાર્દીક પાંડ્યાએ ઈન્સ્ટાગ્રામમાં નતાશાની બેબી બંપ વાળી તસ્વીર શેર કરી છે. નતાશાએ 1 જાન્યુઆરી 2020ના રોજ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરી હતી. હાર્દિક પંડ્યાએ થોડી તસ્વીરો શેર કરી છે, જેમાં નતાશાનું બેબી બંપ પણ જોવા મળી રહ્યું છે.

હાર્દિક અને નતાશાની તસ્વીર

હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર

હાર્દીકે પોતાની અને નતાશાની તસ્વીર શેર કરીને લખ્યું કે, મેં અને નતાશાએ અત્યાર સુધી એક યાદગાર સફર નિર્ધારીત કર્યો છે. સાથે મળીને અમે ટૂંક સમયમાં અમારા જીવનમાં એક નવા જીવનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીંએ. અમે અમારા આ પગલાંથી એક સાથે સુપર ઉત્સાહિત છીંએ અને વિનમ્રતાપૂર્વક તમારા આશીર્વાદ અને શુભકામનાઓ માગીએ છીંએ.

હાર્દિક અને નતાશાની તસ્વીર

આ અગાઉ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ રોમેન્ટિક અંદાજમાં પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટાનકોવિચને પ્રપોઝ કર્યું હતું. હાર્દિક, નતાશા અને થોડા મિત્રો સાથે દરિયા વચ્ચે જહાજમાં જોવા મળ્યો હતો. આ જહાજમાં હાર્દિકે ગોઠણ પર બેસીને નતાશાને રિંગ પહેરાવી હતી.

હાર્દિક અને નતાશાની તસ્વીર

આ અગાઉ ઈજાગ્રસ્ત થયેલા હાર્દિકની વન ડે ટીમમાં શાનદાર વાપસી થઇ હતી. હાર્દિકને દક્ષિણ આફ્રિકા સામે 12 માર્ચના રોજ રમાનારી 3 મેચની વન ડે સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા 2 મેચને કોરોના વાઇરસના કારણે રદ્દ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details