ગુજરાત

gujarat

ETV Bharat / sports

હાર્દિકની રંગીન લાઈફ સ્ટાઈલ, 1 કરોડની તો પહેરે છે... - cricketnews

ક્રિકેટર હાર્દિક પંડ્યા હંમેશાં તેની સ્ટાઈલ અને મોંઘી બ્રાન્ડના કારણે ચર્ચામાં રહેતો હોય છે. પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટાકોવિચ સાથે સગાઈ બાદ હાર્દિક પંડ્યા પોતાના શૂઝ અને ઘડીયાળને લઈને ચર્ચામાં આવ્યો છે.

etv bharat
etv bharat

By

Published : Jan 24, 2020, 9:27 AM IST

મુંબઈ : હાર્દિક પંડ્યા ભલે લાંબા સમયથી ક્રિકેટથી દૂર હોય પણ તે સતત ચર્ચામાં રહે છે. જો ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના શૂઝની વાત કરવામાં આવે તો તેણે ક્રિસચિયન લુબાઉટિનના લુ સ્પાઇક્સ શૂઝ પહેર્યા હતા. જે બ્લેક કાફફિશ લેધરથી બનેલા છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યા

મુંબઈ એરપોર્ટ પર મોંધી ધડિયાળ શૂઝ પહેર્યા હતા. 26 વર્ષીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પહેરેલી ધડિયાળ પાટેક ફિલિપની બ્રાન્ડની હતી. આપને જણાવી દઈએ કે આ બ્રાન્ડ પંડ્યાની ફેવરિટ બ્રાન્ડ છે. તેમજ તેની પાસે ધડિયાનું સારું કલેકશન છે.

હાર્દિકની રંગીન લાઈફ સ્ટાઈલ

હાર્દિક પંડ્યાના શૂઝે પણ સૌનું ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું. જે સ્નીકર્સ પહેર્યા હતા તે બ્લેક કલરના હતા. આ શૂઝની કિંમત 995 ડોલર અંદાજે 17 હજાર રુપિયા છે. હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમમાં બેટિંગ અને બોલિગમાં મહત્વ યોગદાન આપે છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યા

થોડા દિવસો પહેલા પંડ્યાએ મૉડલ અને અભિનેત્રી નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરી હતી. આ યાદગાર પળના ફોટા હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતાં.

હાર્દિકની રંગીન લાઈફ સ્ટાઈલ

ABOUT THE AUTHOR

...view details