ગુજરાત

gujarat

ETV Bharat / sports

વલ્ડૅ કપ માટે હાર્દિકે બનાવ્યો અનોખો ડાયમંડ લૉકેટ - Diamonds

મૈનચેસ્ટર : ભારતીય ક્રિકેટ ટીમનું વલ્ડૅ કપ 2019માં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. BCCIની ટીવી ચેનલ પર ચહલ સતત એક્ટિવ રહે છે. મૈનચેસ્ટરમાં પાકિસ્તાનને કારમી હાર આપ્યા બાદ ભારતીય ટીમ ઉત્સાહમાં જોવા મળી રહી છે. એક વીડિયો સામે આવ્યો છે. જેમાં હાર્દિક પંડ્યા તેમનો નેકલેસ બતાવી રહ્યો છે.

world cup માટે હાર્દિકે બનાવ્યો અનોખો ડાયમંડ લૉકેટ

By

Published : Jun 18, 2019, 11:01 PM IST

ટીવી પર હાર્દિક પંડ્યા અને ચહલ કોન્ફિડન્ટ જોવા મળે છે. ચહલ પંડ્યાને નેકલેસ વિશે વારંવાર પુછે છે. હાર્દિક પંડ્યાએ નેકલેસ દેખાડતા કહ્યુ કે, તેમણે આ નેકલેસ વલ્ડૅ કપ માટે ખાસ બનાવ્યો છે. લૉકેટમાં બેટ અને બોલ છે.

તેમણે વીટી. ચેન અને ધડિયાળ બતાવતા કહ્યુ કે, આ ડાયમંડનું છે. પાકિસ્તાન વિરુદ્ધ હાર્દિક પાંડ્યાએ 19 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેમની બોલિંગની વાત કરીએ તો તેમણે મોહમ્મદ હફીજ અને શોએબ મલિકને 2 બોલમાં આઉટ કર્યો હતા. ભારતનો આગામી મુકાબલો 22 જૂનના અફધાનિસ્તાન વિરુદ્ધ રમાશે.

ABOUT THE AUTHOR

...view details