મંત્રાલયના જણાવ્યાં અનુસાર ખાસ કરીને દુતી ચંદનુ નામ નક્કી કરેલા સમય પછી આવ્યુ હતુ અને તેને જીતેલા મેડલનો ઓર્ડર પણ સરખી રીતે મોકલ્યો ન હતો. તેથી તેનુ નામ નકારેલ છે. બીજી બાજુ દુતી ચંદ પોતાનુ નામને કાઢી નાખ્યા બાદ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી.
ખેલ રત્નમાંથી હરભજન અને અર્જુન એવોર્ડમાંથી દુતી ચંદનું નામ યાદીમાંથી બહાર - દુતી ચંદ
નવી દિલ્હી: અર્જુન એવોર્ડ માટે ધાવિકા દુતી ચંદ અને ખેલ રત્ન માટે ટીમ ઇન્ડિયાના સ્પિનર રહેલા હરભજન સિંઘનું નામ યાદીમાંથી બહાર કરેલ છે. ખેલ વિભાગ તરફથી તેનુ નામ મોડુ મોકલવાને કારણે યાદીમાંથી બહાર કરેલ છે. ખેલ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, આ બંને ખેલાડીઓના નામ સમય મર્યાદા ચૂકી જવાના કારણે તેને નકારેલ છે.
ખેલ રત્નમાંથી હરભજન અને અર્જુન એવોર્ડમાંથી દુતી ચંદનું નામ યાદીમાંથી બહાર
દુતી ચંદે કહ્યું કે, મે CM સાથે મુલાકાત કરી, નામ બીજી વખત મોકલવા કહ્યું હતું. તેને આશ્વાસન આપ્યું છે કે તે નામને મોકલશે. તે સિવાય તેણે આગળના મેચ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું હતું. મેં હાલમાં જ સારૂ પ્રદર્શન કરતા વિશ્વ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યુ છે. તેવામાં મને લાગે છે કે મારુ નામ અર્જુન એવોર્ડ માટે પણ મોકલવુ જોઇએ.
Last Updated : Jul 28, 2019, 4:33 AM IST