મુંબઈઃ અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે, ખાલી સ્ટેડિયમમાં IPL રમાડવામાં કંઈ મુશ્કેલી નથી, પરંતુ કોવિડ-19 મહામારી પર નિયંત્રણ બાદ આ ટૂર્નામેચ થવી જોઈએ. કારણ કે, આ ટૂર્નામેચ પર ઘણી આજીવિકા નિર્ભર છે.
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમનારા હરભજને એક કાર્યક્રમમાં કહ્યું કે, દર્શકો મહત્વપૂર્ણ હોય છે, પરંતુ જો પરિસ્થિતિઓ અનુકુળ ન હોય તો તેમને દર્શકો વિના રમવામાં કંઈ મુશ્કેલી નથી. એક ખેલાડી તરીકે મને દર્શકોનું સમર્થન નહીં મળશે, પરંતુ એ સુનિશ્ચિત થશે કે પ્રત્યેક ચાહક ટીવી પર IPL જોઈ શકશે.
તેમણે કહ્યું કે, આપણે દરેક વસ્તુ માટે સતર્ક રહેવું પડશે અને ખેલાડિઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી પડશે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે, મેચનું સ્થળ, ટીમની હોટલ વગેરેની સારી રીતે સફાઈ કરવામાં આવે.
ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) IPLને 15 એપ્રિલ સુઘી સ્થગિત કરી દીધી હતી, પરંતુ વાઇરસને રોકવા માટે સમગ્ર દેશને લોકડાઉન કરવાના કારણે IPL તાજેતરમાં સંભવ નથી.
ભારત તરફથી 103 ટેસ્ટ મેચ રમેલા હરભજને કહ્યું કે, હું ઘણી મેચ ગુમાવી રહ્યો છું. મને આશા છે કે, એક વર્ષ બાદ હું 17 મેચ(ફાઈનલ સહિત) રમી શકીશ. હું મેદાન વિના રહી શકતો નથી. દરેક ચાહકો મેચ ગુમાવી રહ્યા છે. આશા છે કે, IPL ટૂંક સમયમાં થશે. ત્યાર સુધી મારે ખૂદને ફિટ રાખવો પડશે.