હૈદરાબાદઃ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આજે પોતાનો 48મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. ગાંગુલી 2000થી 2004 સુધી ભારતીય ટીમના કૅપ્ટન પણ રહ્યાં હતાં. તેમને ભારતના સફળ કૅપ્ટનોમાંથી એક માનવામાં આવે છે. આજે અમે તમને ગાંગુલીના ડેબ્યુથી લઇને તેમના બીસીસીઆઇના અધ્યક્ષ બનવા સુધીની પુરી સ્ટોરી જણાવીશું.
મોટા ભાઇ પાસેથી મળી હતી ક્રિકેટ રમવાની પ્રેરણા
સૌરવના મોટા ભાઇે સ્નેહાશીશ બાળપણથી જ ક્રિકેટ રમવા ઇચ્છતા હતા અને પોતાના મોટા ભાઇની પાછળ તેમણે પણ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. સ્ટ્રીટ ક્રિકેટ રમતા-રમતા દાદાની સ્કૂલની ટીમમાં પસંદગી થઇ હતી, પછી સ્કૂલની ટીમથી નીકળીને સ્ટેટ ટીમમાં પસંદગી થતાં જ દાદાએ ભારતીય ટીમ માટે રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમનું આ સપનું 1992માં પુરૂં થયું હતું.
1992માં પહેલીવાર ભારતીય ટીમ જર્સી પહેરવાનો અવસર મળ્યો
1992માં ગાંગુલીને પહેલીવાર ભારતીય ટીમની જર્સી પહેરવાનો અવસર મળ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની સામે વનડે સીરિઝમાં તેમની પસંદગી થઇ હતી. તેમણે આ સીરિઝમાં એક મૅચ રમવાનો અવસર તો મળ્યો, પરંતુ તે આ મૅચમાં માત્ર ત્રણ રન જ બનાવી શક્યા હતા. જેને લીધે તેમને ટીમથી બહાર કરવામાં આવ્યા હતાં.
1996માં થઇ ટીમમાં વાપસી
દાદાએ ભારતીય ટીમમાં ફરીથી રમવા માટે ચાર વર્ષ રાહ જોવી પડી હતી. ચાર વર્ષ સુધી ઘરેલુ ક્રિકેટ રમ્યા બાદ તેમણે 1996માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી હતી. તેમણે પોતાના પહેલી બે ટેસ્ટમાં બે શતક લગાવી ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી હતી.
સચિન કૅપ્ટનશીપમાં થઇ વનડેમાં વાપસી
ચાર વર્ષ વનડેથી બહાર રહેલા ગાંગુલીને તત્કાલિન કૅપ્ટન સચિન તેંડૂલકરે ટાઇટન કપ દરમિયાન 1996માં દક્ષિણ આફ્રિકા સામે એક ચાન્સ આપ્યો હતો. આ મૅચમાં સચિનની સાથે ઓપનિંગ કરતા ગાંગુલીએ 54 રનની પારી રમી હતી. વધુમાં જણાવીએ તો સચિન અને ગાંગુલીની જોડી 247 મૅચોમાં 12,400 રનની સાથે દુનિયાની બીજી સર્વશ્રેષ્ઠ ઓપનિંગ જોડી છે.
જગમોહન ડાલમિયાના ખૂબ જ નજીકના છે ગાંગુલી
ગાંગુલીની ટીમમાં વાપસીથી લઇને મીડિયામાં માહિતી આવી રહી હતી કે, જગમોહન ડાલમિયાને લીધે સૌરવ ગાંગુલીની ક્રિકેટમાં વાપસી થઇ છે. ડાલમિયા 1990માં બીસીસીઆઇના સેક્રેટરી હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, તેમણે ભારતીય ક્રિકેટને મિલિયન ડૉલર કમાવતા શીખવ્યું હતું. એક ગરીબ બોર્ડને અમીર બનાવવામાં ડાલમિયાનો ખૂબ મોટો ફાળો હતો.