ગુજરાત

gujarat

ETV Bharat / sports

ICCની પ્રથમ મહિલા મેચ રેફરી બની ભારતની જી. એસ. લક્ષ્મી

નવી દિલ્હી: ભારતની જી. એસ. લક્ષ્મી આંતરરાષ્ટ્રીય પેનલમાં સ્થાન મેળવનારી પ્રથમ મહિલા મેચ રેફરી બની છે. આ પહેલા પણ લક્ષ્મી પ્રથમ વખત પુરુષ વન-ડે મેચનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ મહિલા અમ્પાયર બની હતી. હવે લક્ષ્મી આંતરરાષ્ટ્રીય મેચ રેફરી બની છે.

ICCની પ્રથમ મહિલા મેચ રેફરી બની ભારતની જી. એસ. લક્ષ્મી

By

Published : May 14, 2019, 11:09 PM IST

51 વર્ષીય જી. એસ. લક્ષ્મી મહિલા ક્રિકેટમાં 2008-09માં રેફરી પદ પર રહી ચુકી છે. ત્યારબાદ 3 મહિલા વન-ડે મેચ અને મહિલા T 20 મેચમાં રેફરીની ભૂમિકા નિભાવી ચુકી છે. લક્ષ્મીએ કહ્યું કે, મારી ICC દ્વારા આંતરરાષ્ટ્રીય પેનલમાં પસંદગી થવી મારા માટે ખુબ સન્માનની વાત છે. કારણ કે તેમણે મારા માટે નવો રસ્તો ખોલ્યો છે. ભારતમાં એક ક્રિકેટર અને મેચ રેફરીના રૂપમાં મારું લાબું કેરિયર રહ્યું છે. હું મારો અનુભવ એક ખેલાડી અને મેચના અધિકારીના રૂપમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુબ સારી રીતે ઉપયોગ કરવાની આશા કરું છું.

ICCની પ્રથમ મહિલા મેચ રેફરી બની ભારતની જી. એસ. લક્ષ્મી

જી. એસ. લક્ષ્મીએ કહ્યું કે, હું ICC, BCCIના અધિકારીઓ અને ખેલાડીઓનો આભાર માનું છું. જેમણે મારૂ સમર્થન કર્યુ છે. મને આશા છે કે, હું મારી સંપૂર્ણ ક્ષમતાનું પ્રદર્શન કરીશ અને જવાબદારીનું પાલન કરીશ.

ICCના અમ્પાયર અને રેફરીના સીનિયર મેનેજર એડ્રિયન ગ્રિફિથે કહ્યું કે, અમે લક્ષ્મી અને એલૉસનું પેનલમાં સ્વાગત કરીએ છે. તેમની નિયુક્તિ મહિલા અધિકારીઓને પ્રોત્સાહિત કરવી તેમજ અમારી પ્રતિબદ્ધતાનું મહત્વપુર્ણ પગલું છે. તેમની પ્રગતિ જોઈ ખુબ ખુશ થયા છે. લક્ષ્મી અન્ય મહિલાઓ માટે પ્રરેણાનું ઉદાહરણ બનશે. હું તેમને લાંબા કેરિયર માટે શુભકામના પાઠવું છું.

ABOUT THE AUTHOR

...view details