આ વાતની જાણકારી ઓસ્ટ્રેલિયા ક્રિકેટે આપી છે. ગ્લેન મેક્સવેલે શ્રીલંકા સામેની ત્રણ મેચોની T 20 સીરિઝ માટે પોતાનું નામ પરત ખેંચી લીધું છે. ગ્લેનની જગ્યાએ હવે ડોર્સી શોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મેક્સવેલે શ્રીલંકા સામે ચાલી રહેલી T 20 ની પ્રથમ મેચમાં 28 બોલમાં 62 રન કર્યા હતાં. તેમની આ આક્રમક રમતને લીધે જ ઓસ્ટ્રેલિયા ટીમે આ મેચમાં 134 રનથી જીત મેળવી હતી.
આ પણ વાંચો....બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન પર 2 વર્ષનો બેન
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બુપા સપોર્ટ ટીમ સાઈક્લોજિસ્ટ ડો માઈકલ લ્યોર્ડે કહ્યું કે, ગ્લેન મેક્સવેલ માનસિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતાં. જેના પરિણામે ક્રિકેટમાંથી કેટલાક સમય માટે દુર થયા છે.
CAના રાષ્ટ્રીય ટીમના કાર્યકારી મહાપ્રબંધક બેન ઓલિવરે કહ્યું કે, મેક્સવેલ વિશેષ ખિલાડી છે. મેક્સવેલ જલ્દી વાપસી કરશે. મેદાન પર ગ્લેનને જોવા માટે રાહ જોવી પડશે. મેક્સવેલ અને બધા ખેલાડીઓ પર ધ્યાન આપીશ.
ઉલ્લેખનીય છે કે, મેક્સવેલે 7 ટેસ્ટમાં 339, 110 વન ડેમાં 2877 અને 61 T-20માં 1,576 રન કર્યા છે. ટેસ્ટ અને વન ડે માં તેણે સદીઓ ફટકારેલી છે. T 20માં પણ ત્રણ શતક ફટકારી ચૂક્યો છે.