ગુજરાત

gujarat

T20 World Cup માટે ગાવસ્કરની જોરદાર સલાહ, જાણો શું કહ્યું?

By

Published : Apr 21, 2020, 6:48 PM IST

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ચાલું વર્ષે T-20 વર્લ્ડ કપનું આયોજન ભારત કરે. જો આવું થાય તો T-20 વર્લ્ડ કપ પહેલા IPL યોજાઈ શકે છે. જે T-20 વર્લ્ડ કપ માટેની પ્રેક્ટિસ પણ બની શકે.

Gavaskar proposes T20 World Cup swap between India and Australia
T20 World Cup માટે ગાવસ્કરની જોરદાર સલાહ

નવી દિલ્હી: કોરોના વાઇરસને કારણે વર્લ્ડ ક્રિકેટ પર અસર થઈ છે. આ અંગે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ચાલું વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T-20 વર્લ્ડ કપને લઈ એક વિચાર સૂચવ્યો છે. ગાવસ્કરે કહ્યું કે, હાલ આપણે બધા જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયાએ 30 સપ્ટેમ્બર સુધી વિદેશી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, T-20 વર્લ્ડ કપની ટૂર્નામેન્ટ ઓક્ટોબરના મધ્ય અથવા ત્રીજા સપ્તાહથી શરૂ થવાની આશાઓ હતી. જે હવે મુશ્કેલ લાગી રહ્યું છે.

T20 World Cup માટે ગાવસ્કરની જોરદાર સલાહ

દિગ્ગજ બેટ્સમેને સૂચન આપ્યું છે કે, ભારત ચાલું વર્ષ એટલે કે 2020માં યોજાનારા T-20 વર્લ્ડ કપનું આયોજન કરી શકે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની આગામી આવૃત્તિનું આયોજન કરી શકે છે. એટલે કે ચાલું વર્ષે T-20 વર્લ્ડ કપનું આયોજન ભારત કરે, જ્યારે આસ્ટ્રેલિયા આ જ ફોર્મેટના આગામી વર્લ્ડકપની મેજબાની લઈ કપનું આયોજન કરી શકે છે. આવું થવાથી T-20 વર્લ્ડ કપનું આયોજન શક્ય બની શકે છે. મહત્વનું છે કે, 2021માં T- 20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થવાનું છે.

T20 World Cup માટે ગાવસ્કરની જોરદાર સલાહ

ગાવસ્કરે એમ પણ કહ્યું કે, આવતા વર્ષે T-20 વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા એક સમજૂતી કરી શકે છે. જેમાં બંને દેશ વર્લ્ડ કપ હોસ્ટિંગની આપ-લે કરે તો ચાલું વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત પાસે T-20 વર્લ્ડ કપની મેજબાની આવી શકે. જો કે, IPLની 13મી સીઝનનું આયોજન પણ T-20 વર્લ્ડ કપ પહેલા થવું જોઇએ. જો આવું થાય તો T-20 વર્લ્ડ કપ પહેલા IPL યોજાઈ શકે છે. જે T-20 વર્લ્ડ કપ માટેની પ્રેક્ટિસ પણ બની શકે.

ABOUT THE AUTHOR

...view details