હૈદરાબાદ : કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાયેલા આઈપીએલ 2020ની 9 મી મેચમાં રૉયલ્સે 4 વિકેટે ધમાકાદેર જીત મેળવી છે. આ મેચના મૈન ઑફ ધ મેત સંજૂ સૈમસન રહ્યો હતો. તેમણે રૉયલ્સ માટે 42 બોલમાં 85 રન ફટકાર્યા હતા. ત્યારબાદ કેટલાક દિગ્ગજોએ સંજૂના વખાણ કર્યા હતા. કોંગ્રેસ લીડર શશિ થરુરે પણ ટ્વિટ કર્યું છે.
શશિ થરુરે સંજૂ સેમસનને આગામી ધોની ગણાવ્યો, ટ્વીટ કરી કર્યા વખાણ - રમતગમતનાસમાચાર
શશિ થરુરે સંજૂ સેમસનના વખાણ કરતા એક ટ્વિટ કર્યું હતુ. ટ્વિટમાં શશિ થરુરે કહ્યું કે, સૈમસનને હું છેલ્લા એક દશકથી જાણું છુ. જ્યારે તે 14 વર્ષનો હતો, ત્યારે મે તેમને કહ્યું કે, તે એક દિવસ બીજો ધોની બનશે તે દિવસ આવી ગયો છે.
સંજૂ સેમસનની રાજસ્થાન માટે બેટિંગ જોઇને કોંગ્રેસ નેતા શશી થરૂર ચોંકી ગયા હતા. શશિ થરુરે કહ્યું કે, રાજસ્થાન રોયલ્સે શાનદાર જીત મેળવી છે. હું સંજૂ સેમસનને એક દશકથી જાણું છું. જ્યારે તે 14 વર્ષનો હતો. ત્યારે મે તેમને કહ્યું હતું કે તું એક દિવસ બીજો ધોની બનીશ. તે દિવસ આવી ગયો છે.
જેના પર ગૌતમ ગંભીરે તેમની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સંજૂ સેમસનને કોઈ ક્રિકેટર જેવુ બનવુું નથી. તે ભારતીય ક્રિકેટનો સંજૂ સેમસન બનશે.આપને જણાવી દઈએ કે, એક વિકેટ પડ્યા બાદ સંજૂ સેમસન પંજાબ દ્વારા આપવામાં આવેલા 224 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાને ઉતર્યો હતો. તેમણે 42 બોલમાં 85 રન ફટકાર્યા હતા. જેમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ છે. મોહમ્મદ શમીના બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો.