ગુજરાત

gujarat

ETV Bharat / sports

ફટાકડા ફોડવા પર ગૌતમ 'ગંભીર', ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો

વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ લોકોને રવિવારે રાત્રિના 9 વાગ્યે 9 મીનિટ સુધી દીપક પ્રગટાવવાની અપીલ કરી હતી, પરંતુ આ પ્રસંગે ઘણા લોકોએ ફટાકડા ફોડ્યા હતા. આ વાત પર ગૌતમ ગંભીર, ઈરફાન પઠાણ અને આર અશ્વિને રોષ વ્યક્ત કર્યો હતો.

ETV BHARAT
ફટાકડા ફોડવા પર ગૌતમ 'ગંભીર', ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો

By

Published : Apr 6, 2020, 2:37 PM IST

હૈદરાબાદઃ વડાપ્રધાન મોદીની અપીલ પર દેશવાસિઓએ રવિવારે રાત્રિના 9 વાગ્યે 9 મીનિટ સુધી લાઈટો બંધ કરીને દીપક, મીણબત્તી, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશ કરીને સમગ્ર દેશમાં ઝડપી ફેલાતા કોવિડ-19ના સંક્રમણ વિરુદ્ધ દેશની લડાઈમાં એકજૂટતા દર્શાવી હતી.

આ દરમિયાન ઘણા લોકોએ ફટાકડા પણ ફોડ્યા હતા. જેથી ભારતના પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે નારાજગી વ્યક્ત કરી હતી.

ગંભીરે આ મુદ્દે ટ્વીટ કરીને લખ્યું કે, ઘરમાં રહો ભારત. હજુ આપણે લડાઈની વચ્ચે છીંએ. આ ફટાકડા ફોડવાનો સમય નથી.

રવિવારે રાત્રિએ ઘણા સ્થળોએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ સાથે જ અન્ય સ્થળો પરથી પણ સમાચાર આવ્યા હતા કે, લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કર્યા વિના રસ્તાઓમાં પણ ઉતરી આવ્યા હતા.

ગૌતમ ગંભીર ઉપરાંત ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર આર.અશ્વિને પણ ફટાકડાને યોગ્ય ન ગણાવ્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હું એ વાતથી હેરાન છું કે, આ લોકોએ ફટાકડા ક્યારે ખરીદ્યા અને ક્યાંથી ખરીદ્યા?

આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ ફટાકડા ફોડવા પર વિરોધ કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે, લોકોએ ફટાકડો ફોડવાની શરૂઆત કરી એ પહેલાં બધું વ્યવસ્થીત હતું.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વડાપ્રધાન મોદીએ દેશને વીડિયો સંદેશ આપ્યો હતો અને દેશવાસિઓને અપીલ કરી હતી કે, કોરોનાના અંધકારને પ્રકાશની શક્તિથી હરાવવાની જરૂર છે. જેથી વડાપ્રધાને લોકોને રવિવારે રાત્રિના 9 વાગ્યે 9 મીનિટ સુધી દીપક પ્રગટાવવા અપીલ કરી હતી.

વડાપ્રધાને અપીલ કરી હતી કે, રવિવારે રાત્રિના 9 વાગ્યે 9 મીનિટ સુધી લોકો પોતાના ઘરની લાઇટો બંધ કરે અને દરવાજા-બારી પાસે ઉભા રહીને દીપક, મીણબત્તી સળગાવો અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ-ટોર્ચથી પ્રકાશ કરો.

ABOUT THE AUTHOR

...view details