નવી દિલ્લી: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ટ્વીટ કરી પાકિસ્તાના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીના એ નિવેદનનો જવાબ આપ્યો હતો, જેમાં આફ્રિદીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને કહ્યું કે, પાકિસ્તાન 70 વર્ષથી કાશ્મીર માટે ભીખ માગી રહ્યું છે.
આફ્રિદીના કાશ્મીર રાગ પર ગૌતમ ગંભીરે માર્યો "બાંગ્લાદેશી તમાચો"
ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને ઈતિહાસની યાદ અપાવી છે અને કહ્યું કે, પાકિસ્તાન 70 વર્ષથી કાશ્મીર માટે ભીખ માગી રહ્યું છે.
આફ્રિદીના કાશ્મીર પરના નિવેદન પર ગંભીરે આપ્યો મુહ તોડ જવાબ
વધુમાં ગંભીરે કહ્યું કે પાકિસ્તાને 'બાંગ્લાદેશની ઘટના ભૂલવી જોઈએ નહીં'. ગંભીરે લખ્યું કે આફ્રિદી, ઈમરાન અને બાજવા જેવા જોકર્સ પાકિસ્તાનના લોકોને મુર્ખ બનાવવા માટે ભારત તેમજ પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા છે. પાકિસ્તાને બાંગ્લાદેશની ઘટના ભૂલવી જોઈએ નહીં.