હૈદરાબાદ: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે રાજ્ય સ્તરીય ક્રિકેટમાં શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. સમિતે 204 રનની મદદથી અદિતિ ઈન્ટરનેશનલ સ્કૂલે 3 વિકેટે 377 રનનું લક્ષ્ય શ્રી કુમારનને આપ્યું હતું. અદિતિ ઈન્ટરનેશનલ સ્કૂલે શ્રી કુમારને 110 રને ઓલઆઉટ કરી મેચને 267 રને જીતી હતી. સમિતે બે વિકેટ પણ ઝડપી હતી.
દ્રવિડનો દિકરો સમિત ફરી ચર્ચામાં, બે મહિનામાં બીજી બેવડી સદી ફટકારી - ભારતના રાષ્ટ્રીય ક્રિકેટ અકદમી
ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ અકદમી (NSA)ના પ્રમુખ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે માલ્યા અદિતિ ઈન્ટરનેશનલ સ્કૂલ અને શ્રી કુમારનની વચ્ચે રમાયેલી અંડર-14 બીટીઆર શીલ્ડ મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી છે. સમિતની આ બે મહિનાની અંદર બીજી બેવડી સદી છે.
ધ વોલ
સમિત દ્રવિડે અંડર 14માં રાજ્ય સ્તરની મેચમાં બેવડી સદી ફટકારી હતી. સમિતે 2015માં પ્રથમ વાર બેંગલુરૂમાં અંડર 12 ક્રિકેટમાં પોતાના સ્કૂલ માટે રમતા ત્રણ ફિફ્ટી મારી હતી.