લખનઉઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ટેસ્ટ ખેલાડી અને ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન ચેતન ચૌહાણ શનિવારે કોરોના સંક્રમિત મળી આવ્યા હતાં. કોવિડ-19ના લક્ષણ દેખાતા હજરતંજ સ્થિત શ્યામાપ્રસાદ મુખર્જી હોસ્પિટલમાં રિપોર્ટ કરવા પહોંચ્યા હતાં. જ્યાં તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મડ્યું હતું.
પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન ચૌહાણ કોરોના પોઝિટવ, આકાશ ચોપરાએ આપી માહિતી - કોરોના પોઝિટિવ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ટેસ્ટ ખેલાડી ચેતન ચૌહાણ શનિવારે કોરોના સંક્રમિત મળી આવ્યા હતાં. કોરોના વાઇરસથી સંક્રમિત હોવાની જાણકારી પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ સોશિયલ મીડિયામાં આપી હતી.
જાણકારી અનુસાર લખનઉના સંજય ગાંધી પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમના કોરોના વાઇરસથી સંક્રમિત હોવાની જાણકારી પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ આપી હતી. આકાશ ચોપકાએ ટ્વીટ કરી કહ્યું હતું કે, "ચેતન ચૌહાણ પણ આજે કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે. તેમના માટે પણ શુભકામના સંદેશ મોકલી રહ્યો છું. આપ જલ્દી સ્વસ્થ્ય થઈ જાઓ, આજની રાત ભારે છે. બિગ બી અને ચેતન જી."
મુખ્ય તબીબી અધિકારી ડો. નરેન્દ્ર અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેતન ચૌહાણને સંજય ગાંધી મેડિકલ સાયન્સની અનુસ્નાતક સંસ્થા (એસજીપીજીઆઈ)ની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ચૌહાણના પરિવારના સભ્યોના નમુના લેવામાં આવ્યાં છે.