નવી દિલ્હીઃ IPL ફ્રેન્ચાઇઝીએ દિલ્હી કેપિટલ્સના ખેલાડી અજિંક્યા રહાણેએ ફ્રેન્ચાઇઝી સાથે બુધવારે ઇન્ટ્રાગ્રામ પર વાત કરતા જણાવ્યું કે, જો દર્શકોની સ્વાસ્થની વાત છે તો ચાહકો વગર પણ ખાલી સ્ટેડિયમમાં રમવા માટે પણ તૈયાર છીએ.
રહાણેએ કહ્યું કે, કોવિડ-19 મહામારી વિશે જણાવવું છે કે, અપ્રત્યાશિત વસ્તુ પણ થઇ શકે છે, એટલે આપણે જે કરીએ છીએ તેમાં ખુશ રહેવું જોઇએ, સાથે જ આપણી પાસે જે છે, તેની કદર કરવી જોઇએ. એ પણ જરૂરી છે કે, આપણે પોતાની રોજની જીંદગીમાં સકારાત્મક અને ધીરજ બનાવી રાખવી જોઇએ. મને લાગે છે તેના કારણે આપણને આગળ જવામાં મદદ મળશે.
IPL કે બીજી કોઇ રમત, દર્શકો વગર રમી શકાય છેઃ રહાણે વધુમાં ઉમેર્યું કે, જ્યા સુધી IPL અને બાકીની રમતોની વાત છે. ત્યારે મને લાગે છે કે, રમતો દર્શક વગર પણ રમી શકાય છે. અમે પણ ખાલી સ્ટેડિયમમાં ઘરેલુ ક્રિકેટ રમ્યા છીએ. આ અનુભવ દરેક ખેલાડિ પાસે છે. મહત્વની વાત છે કે, અમે ચાહકો વગર કાંઇ પણ નથી તેથી તેમની સુરક્ષા પહેલા હોવી જોઇએ.
IPL કે બીજી કોઇ રમત, દર્શકો વગર રમી શકાય છેઃ રહાણે અજિંક્યાએ ઉમેર્યું કે, મને લાગે છે કે, જો ચાહકો ધરેથી પણ મેચ નિહાળશે તો પણ તેમના માટે સારો અનુભવ હશે. દર્શકોની સુરક્ષા મહત્વની છે અને જો ખાલી સ્ટેડિયમમાં રમવું પડે તો અમે તૈયાર છીએ.