મુંબઇ: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન ફિંચે કહ્યું કે, ભારત તરફથી રમવાનું દબાણ અલગ છે અને ટીમ માટે કેપ્ટનશીપ કરવી એ પણ અલગ છે, કોહલી ભારતીય ટીમ માટે જે રીતે લાંબા સમયથી બંને કાર્ય કરી રહ્યો છે, તે આશ્ચર્યજનક છે. આમ, કોહલીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે.
એરોન ફિંચનું કહેવું છે કે, ભારત જેવા ક્રિકેટ ક્રેઝી દેશમાં લોકોની અપેક્ષાઓ ઉપર વધારે ભાર અપાય છે, પરંતુ વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. આમ, દરેક ખેલાડીએ ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે, પરંતુ વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, રિકી પોન્ટિંગ અને સચિન તેંડુલકર જેવા ખેલાડીઓ આમાં અપવાદ છે.
એરોન ફિંચે એક શોમાં કહ્યું કે, દરેક ખેલાડીનો ખરાબ તબક્કો આવે છે, પરંતુ મહાન ખેલાડીઓ પોતાનું ફોમ ક્યારેય બગાડતા નથી. ભારત તરફથી રમવાનું દબાણ અલગ છે અને ટીમ માટે કેપ્ટનશીપ કરવી એ પણ અલગ છે, કોહલી ભારતીય ટીમ માટે જે રીતે લાંબા સમયથી બંને કાર્ય કરી રહ્યો છે, તે આશ્ચર્યજનક છે. આમ, કોહલીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે.
ધોની-કોહલી વિશે વાત કરતા ફિંચે કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોની પાસેથી કેપ્ટનશીપ મળ્યા પછી અપેક્ષાઓ વધારે હતી અને કોહલીએ સતત સારૂ પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું, જેથી તે ખૂબ પ્રભાવશાળી ખેલાડી બન્યો છે. સૌથી અસરકારક બાબત તો એ છે કે કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સારી રીતે રમી રહ્યો છે. વનડે ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેન બનવું અને પછી પુનરાવર્તન કરી ટેસ્ટ અને ટી-20માં સફળતા મેળવવી એ એક મોટી બાબત છે.
લાળના પ્રતિબંધ પર ફિંચે કહ્યું કે, ખેલાડીઓને ટેવ પાડી જશે. મેં ઇંગ્લેન્ડ અથવા વેસ્ટ ઇન્ડિઝની ટીમો સાથે વાત કરી નથી, પરંતુ મને લાગે છે કે આવતા કેટલાક મહિનામાં ખેલાડીઓ આની આદત થઈ જશે. ફિંચનું માનવું છે કે, જ્યારે પણ ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને આવે છે, ત્યારે સ્પર્ધા બહું કઠિણ થઈ જાય છે, આવું કોઈ ફોર્મેટ થાય છે.