હૈદરાબાદ : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું માનવુ છે કે કોરોના વાઇરસ બાદ ક્રિકેટ શરૂ થયા બાદ ખેલાડીઓને પોતાની લયમાં પરત ફરવા માટે ઓછામાં ઓછા ચાર અઠવાડીયાનો સમય લાગશે.
કોરોના વાઇરસના પગલે ક્રિકેટ ઠપ્પ થઇ ગયુ છે અને ખેલાડીઓ કેટલાક સમયથી પોતાના ઘરે છે, પરંતુ હવે ક્રિકેટને ફરી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
કાર્તિકે એક શો દરમિયાન કહ્યું કે લોકડાઉનના સમયનાં તેને પોતાની પત્નિ અને સ્કોવોશ ખેલાડી દિપીકા પલ્લીકલ સાથે કેટલોક સમય પસાર કર્યોૌ હતો. તેઓએ કહ્યું, ' પહેલા ઘરમાં ટ્રેનિંગ કરવુ સારૂ લાગતુ હતુ, પરંતુ બે થી ચાર અઠવાડીયામાં જ કંટાળો આવવા લાગ્યો હતો, ફરી પત્નિ દરરોજ ટ્રેનિંગ કરતી નજર આવી હતી. તેને જોઇ એક વાર ફરી ટ્રેનિંગ કરવા લાગ્યો.
કાર્તિકે વધુમાં કહ્યું, 'મારી જેવી તેની પણ સ્થિતિ છે. તેને પણ નહી ખબર કે આવનારી ટુર્નામેન્ટ ક્યારે શરૂ થવાની છે. મારા મત મુજબ સ્કવોશ પહેલા ક્રિકેટ શરૂ થશે.