ગુજરાત

gujarat

ETV Bharat / sports

બાંગ્લાદેશના ક્રિકેટર સાથે ETV ભારતની એક્સક્લુઝિવ વાતચીત, જુઓ.. - વનડે ડેબ્યૂ

બંગ્લાદેશના ક્રિકેટર તાસ્કીન એહમદે ETV ભારત સાથે ખાસ વાકચીત કરી હતી. IPLથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક સુધીની વાતો કરી હતી. જુઓ એક્સક્લુઝિવ વાતચીત...

Exclusive
Exclusive

By

Published : Oct 5, 2020, 11:51 AM IST

હૈદરાબાદ: બાંગ્લાદેશના ઝડપી બોલર તસ્કીન અહેમદે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તેણે કહ્યું છે કે તે IPL જોવાનું પસંદ કરે છે તો આ વખતે કઇ ટીમો પ્લે એફ્સમાં જઈ શકે છે. તેણે પોતાના ડ્રીમ વનડે ડેબ્યૂ, મશરફે મોર્તઝા અને તમિત ઇકબાલની કેપ્ટનશીપ અને તેની વાપસી વિશે ખુલ્લીને વાત કરી હતી.

બાંગ્લાદેશના ક્રિકેટર સાથે ETV ભારતની એક્સક્લુઝિવ વાતચીત, જુઓ..

તસ્કીન અહેમદે 2014 માં ભારત સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. તેણે તે મેચમાં પાંચ વિકેટ લીધી હતી. આ તેનુ ડ્રિમ ડેબ્યૂ હતું. જોકે બાંગ્લાદેશ તે મેચ હારી ગયું હતું. આટલા સારા પ્રદર્શન છતાં ટીમના પરાજય અંગે તેમણે કહ્યું કે, "તે ખૂબ સારી લાગણી હતી પરંતુ અમે તે મેચ હારી ગયા હતા. પ્રથમ મેચમાં પાંચ વિકેટ લેવી ખૂબ જ ખાસ વાત હતી. પરંતું અમે તે મેચ જીતા હોત તો વધુ સારું હોત.

બાંગ્લાદેશના ઝડપી બોલર તસ્કીન અહેમદ

મશરફે મુર્તઝાની કેપ્ટનશિપ છોડ્યા બાદ તમિમ ઇકબાત કેપ્ટન બન્યો હતો. તો શું તે ચાહકોની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો. જે અંગે તેમણે કહ્યું કે, "મશરાફે મુર્તઝા ભાઈ અમારા માટે એક સારા કેપ્ટન હતા. તેમણે અમારી ટીમને એકદમ ઉપર લાવી હતી.

25 વર્ષીય અહેમદે કહ્યું કે તે IPLને ફોલો કરે છે. તેણે કહ્યું, "મારી પ્રિય ટીમ તે જ છે જેમાં શાકિબ ભાઈ રમે છે પરંતુ આ વખતે RCB મારી પ્રિય ટીમ છે. કારણ કે હું વિરાટ કોહલીનો ચાહક છું, તે ટીમમાં ABD પણ છે અને ઘણા સારા ખેલાડીઓ છે. IPLમાં તમામ ટીમ સારી છે. મને IPL જોવાનું ગમે છે. મને લાગે છે કે દિલ્હી, RCB, પંજાબ અને મુંબઇ પ્લે ઓફમાં જઈ શકે છે."

ઇંગ્લેન્ડ સામે જીત

સાથે તેમણે IPLમાં કઇ ટીમા રમવા માગશે તેના જવાબમાં જણાવ્યું હતું કે કોઈપણ ટીમમાંથી રમી શકે છે પરંતુ કોલકાતા મારી પહેલી પસંદ રહેશે.

તાસ્કીને પોતાની સારી પળ બતાવતા કહ્યું કે બાંગ્લાદેશ માટે તમામમ જીત ખાસ હોય છે. મારી ટૂંકી કારકિર્દીમાં અન્ડર -19 થી બી.પી.એલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની ઘણી સુંદર યાદો છે. પરંતુ, 2015 માં એક મોટી ક્ષણ હતી. જેમા અમે ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી અને ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું."

ABOUT THE AUTHOR

...view details