હૈદરાબાદ : 23 ડિસેમ્બર 2004, આ એ તારીખ છે જ્યારે ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું. બાંગ્લાદેશ વિરૂદ્ધ ડેબ્યૂ રમ્યા પહેલા ધોનીએ ઇન્ડિયા A માટે સારૂ પ્રદર્શન કર્યુ હતુ અને તે સિરીઝ ઝિમ્બાબ્વેમાં રમાઇ હતી. તે સિરીઝમાં ધોનીને ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન તાઇબુએ પણ રમતા જોયો હતો.
ધોનીથી સારો વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિક લાગતો હતોઃ તાઇબુ - Dhoni has been the same since 2003
તતેંડા તાઇબુએ કહ્યું કે, તેઓએ જ્યારે ધોનીને પહેલી વાર જોયો ત્યારે તે દિનેશ કાર્તિક કરતા વિકેટકીપર અને બેટ્સમેનમાં નબળો લાગતો હતો.
![ધોનીથી સારો વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિક લાગતો હતોઃ તાઇબુ ધોનીથી સારો વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિક લાગતો હતો...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7542569-1070-7542569-1591695885246.jpg)
ધોનીથી સારો વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિક લાગતો હતો...
આ તકે તાઇબુએ સિરીઝને યાદ કરતા મોટી વાત કહી છે. તેઓએ કહ્યું કે, જ્યારે ધોનીને પ્રથમ વાર જોયો તો તે દિનેશ કાર્તિક કરતા વિકેટકીપર અને બેટ્સેમેનમાં નબળો લાગતો હતા.