ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઇરફાન પઠાણે સન્યાસને લઇને કર્યો ખુલાસો, કહ્યું- ઘરેલું ક્રિકેટમાં સારુ પ્રદર્શન છતા ટીમમાં સ્થાન ન મળ્યું - ઇંસ્ટાગ્રામ લાઇવ ચેટ

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે સોમવારે ખુલાસો કર્યો કે, કેમ તેમણે આ વર્ષે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.

 I wasn't being picked in national side: Irfan
ઇરફાન પઠાણે સન્યાસને લઇને કર્યો ખુલાસો

By

Published : Jun 2, 2020, 7:23 PM IST

નવી દિલ્લી: ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે સોમવારે ખુલાસો કર્યો કે, તેમણે આ વર્ષે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો.

ઇરફાન પઠાણે કહ્યું કે, મને એવુ લાગી રહ્યું હતું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી ઘરેલૂ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરવા છતા પણ મને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવતુ ન હતું.

ઇંસ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન જ્યારે મોહમ્મદ કેફે ઇરફાનને પૂછ્યુ કે, તમે આ વર્ષે સન્યાસ લેવાનું કેમ વિર્ચાયું, આ પર તેમણે કહ્યુ કે તેઓએ નક્કી કરી લીધું હતું કે તેઓ મને ભારતીય ટીમમાં રમાડવા નથી માંગતા અને કહ્યુ કે હું સૈયદ મુશ્તક અલી ટ્રોફીમાં સારા ફોર્મમાં હતો, તેમજ મેં રણજી ટ્રોફીમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ તેમ છતા પણ જો તમારો ટીમમાં સમાવેશ ના થાય તો આ એક ખેલાડી માટે ઘરમાં રહેવાનાં સંકેત છે.

ઇરફાન પઠાણે સન્યાસને લઇને કર્યો ખુલાસો

ઇરફાને આગળ કહ્યું કે, રાષ્ટ્રીય ટીમમાં જો તમને સ્થાન નથી મળતું તો તેમ છતા પણ જો તમે ઘરેલુ ક્રિકેટ રમતા રહો તો તમે બીજાને મળી રહેલી તક તેમની પાસેથી છીનવી રહ્યાં છો અને સાથે જ તમારૂ સન્માન પણ તમે ગુમાવો છો, વધુમાં કહ્યુ કે હું આજે પણ જમ્મુ-કાશમીર માટે ઘરેલું ક્રિકેટ રમી શકું છું પણ ત્યા સારા ખેલાડીઓ છે અને તેને તક આપવી જરૂરી છે.

ઇરફાન પઠાણે સન્યાસને લઇને કર્યો ખુલાસો

ઇરફાને વર્ષ 2012માં પોતાની છેલ્લી મેચ રમી હતી, જેમાં તેમણે 5 વિકેટ તેમજ 29 રન બનાવ્યાં હતા અને તેઓ તે મેચમાં મેન ઓફ ધ મેચ પણ બન્યા હતા. તેમણે ઘરેલુ ક્રિકેટમાં પણ ઘણુ સારૂ પ્રદર્શન કર્યુ પણ તેમ છતા તેને તેનો કઇ ફાયદો થયો નહી.

તેમણે કહ્યુ કે, હુ મારા છેલ્લા વન-ડે અને ટી- 20 મેચમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો તેમ છતા મને નિયમિત રૂપે મોકો આપવામાં આવ્યો ન હતો.

ABOUT THE AUTHOR

...view details