ગુજરાત

gujarat

ETV Bharat / sports

યુરોપિયન ટી-10 લીગની લીસામાસોલ ગ્લેડિયેટર્સ ટીમને ભ્રષ્ટાચારના કારણે સસ્પેન્ડ કરાઈ - ACU

યુરોપિયન ટી-10 લીગની એક ટીમને ભ્રષ્ટાચારના કારણે સસ્પેન્ડ કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે લીસામાસોલ ગ્લેડિયેટર્સ ટીમને ભ્રષ્ટાચારની તપાસને કારણે સસ્પેન્ડ કરવામાં આવી છે. તે યુરોપિયન ક્રિકેટ લીગની સાયપ્રસની પાંચ ટીમોમાંની એક ટીમ છે.

European T-10 league
યુરોપિયન ટી-10 લીગની લીસ્માસોલ ગ્લેડિયેટર્સન ટીમને ભ્રષ્ટાચારના કારણે કરાઇ સસ્પેન્ડ

By

Published : Jul 23, 2020, 8:21 PM IST

લંડનઃ યુરોપિયન ટી-10 લીગની એક ટીમને ભ્રષ્ટાચારના કારણે સસ્પેન્ડ કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે લીસામાસોલ ગ્લેડિયેટર્સ ટીમને ભ્રષ્ટાચારની તપાસને કારણે સસ્પેન્ડ કરવામાં આવી છે. તે યુરોપિયન ક્રિકેટ લીગની સાયપ્રસની પાંચ ટીમોમાંની એક ટીમ છે.

21 જૂલાઇએ એમ્ડોક્સ વિરૂદ્ધ રમાયેલા મેચ બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર એક મોટી સટ્ટાબાજીની કંપનીએ મેચ માટે પૈસા આપવાની ના પાડી હતી.

યુરોપિયન ટી-10 લીગની લીસ્માસોલ ગ્લેડિયેટર્સન ટીમને ભ્રષ્ટાચારના કારણે કરાઇ સસ્પેન્ડ

રિપોર્ટમાં જણાવાયું છે કે ICCએ એક મીડિયા હાઉસને આ વાતની પુષ્ટિ કરી છે કે, અમારું ભ્રષ્ટાચાર વિરોધી એકમ તેના પર દેખરેખ રાખી રહ્યું છે.

ગ્લેડિયેટર્સની ટીમ હવે યુરોપિયન ક્રિકેટ નેટવર્ક ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં, તેમના રેકોર્ડને પણ હટાવવામાં આવશે અને આ ટૂર્નામેન્ટનો આગળનો કાર્યક્રમ બાકીની ટીમો સાથે ફરીથી બનાવવામાં આવશે.

આ અગાઉ BCCI સમક્ષ ભ્રષ્ટાચારનો એક અન્ય મામલો પણ સામે આવ્યો હતો, જેમાં ચંડીગઢમાં રમાયેલી એક ટી-20 મેચની ઓનલાઇન સ્ટ્રીમિંગ કરીને દર્શકોને કહેવામાં આવ્યું હતું કે આ મેચ શ્રીલંકામાં રમાઇ રહી છે. આ મામલાની તપાસ માટે BCCIની એન્ટી કરપ્શન યુનિટ(ACU), પંજાબ પોલીસ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details