ગુજરાત

gujarat

ETV Bharat / sports

પ્રધાનોના પરિવારની થઈ BCCIમાં એન્ટ્રી, અમિત શાહના પુત્ર સહિત અનુરાગ ઠાકુરના ભાઈને મળી જવાબદારી - શ્રીનિવાસનના

મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIને 33 મહિનાના લાંબા સમય બાદ 23 ઓકટોબરના રોજ BCCIને મહત્વના અધીકારી મળી ગયા છે. જેમાં કેટલાક મહત્વના પદો પર કેન્દ્રીય પ્રધાનોના સગા-સંબધીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ જેને સેક્રેટરી તો અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ સિંહ ધૂમલ ખજાનચી પદ પર નિયુકત કરાયા છે. જાણો કોને ક્યાં પદ પર કરાયા નિયુક્ત.

etv bharat sportsnews

By

Published : Oct 24, 2019, 3:49 PM IST

જય શાહ (સચિવ)

અમિત શાહનો પુત્ર જય શાહ BCCIની ટીમમાં સૌથી યુવા સભ્ય છે. જય શાહ સેક્રેટરીની ભૂમિકા નિભાવશે. 31 વર્ષીય જય શાહ 2009થી ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલ છે. તે અમદાવાદના સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટનાં સભ્ય પણ રહી ચૂક્યા છે.

જયશાહ


અરુણ સિંહ ધૂમલ (ખજાનચી)

પૂર્વ BCCIના પ્રમુખ અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ સિંહ ધુમલની BCCIના ખજાનચી તરીકે નિયુકતી કરવામાં આવી છે. તે છેલ્લા વર્ષ હિમાચલ પ્રદેશ સંગઠનના અધ્યક્ષ બન્યા હતાં. તેમના પિતા પ્રેમકુમાર ધૂમલ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. અરુણને ક્રિકેટ ઍસોસિયેશનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે.

અરુણ સિંહ ધૂમલ


જયેશ જોર્જ (સંયુકત સચિવ)

પૂર્વ BCCIના નવા સંયુક્ત સચિવ બનેલા જયેશ જોર્જ કેરળ ક્રિકેટ એસોસિએશનમાં પણ હતાં. 50 વર્ષના જયેશ KCAમાં, તે સંયુક્ત સચિવ, સચિવ અને એસોસિએશનના પ્રમુખ તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે. એટલું જ નહીં, તે ટીમ ઇન્ડિયા સાથે મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

જયેશ જોર્જ


મહીમ વર્મા (ઉપાધ્યક્ષ)

વર્ષ 2009માં સતત 10 વર્ષ સુધી પૂર્વ ક્રિકેટર મહીમ વર્મા ક્રિકેટ એસોશિએશન ઓફ ઉતરાખંડના સંયુક્ત સચિવ રહ્યા છે. તે પહેલા આ પદ તેમના પિતા પીસી વર્મા પાસે હતું. આ પદની ચુંટણી છેલ્લા મહિનામાં થઈ હતી.

મહીમ વર્મા
BCCI અધ્યક્ષ પદની રેસમાં સમાયેલ હતાં. પરંતુ, તે સફળ રહ્યા નહી. કેરલમાં ક્રિકેટ માટે કામ કરી ચૂક્યા છે. તેમણે કર્ણાટક પ્રીમિયર લીગની પણ શરુઆત કરી હતી. એન શ્રીનિવાસનના નજીકના પટેલ IPLની ગર્વનીંગ કાઉન્સિલનના સભ્ય પણ છે.

ABOUT THE AUTHOR

...view details