ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોરોના કહેર વચ્ચે ઇંગ્લેન્ડ ભારતનો પ્રવાસ કરી શકે છે રદ : રિપોર્ટ

ઇંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસે ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની સીરીઝ રમવાની હતી. જે સિરીઝની શરૂઆત 13 સપ્ટેમ્બરથી થવાની હતી, પરંતુ તે રદ થઇ શકે છે.

કોરોના કહેર વચ્ચે ઇંગ્લેન્ડ ભારત પ્રવાસ હાલમાં રદ કરી શકે છે : રિપોર્ટ
કોરોના કહેર વચ્ચે ઇંગ્લેન્ડ ભારત પ્રવાસ હાલમાં રદ કરી શકે છે : રિપોર્ટ

By

Published : Jul 15, 2020, 3:06 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કોરોના વાઇરસની કહેર વચ્ચે ભારતની વધુ એક સિરીઝ રદ થઇ શકે છે. સપ્ટેમ્બરમાં ભારત પ્રવાસે આવનારી ઇંગ્લેન્ડને T-20 સીરીઝ રમવાની હતી, પરંતુ મહમારીના પગલે ઇંગ્લેન્ડ આ પ્રવાસને આગામી વર્ષ સુધી રદ કરી શકે છે.

એક રિપોર્ટ મુજબ, T-20 વર્લ્ડ કપ રદ થવાથી IPL 2020ને સ્થાન મળી શકે છે અને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયામાં તેનું આયોજન થઇ શકે છે. તેવામાં ઇંગ્લેન્ડની ભારત પ્રવાસ પર આવવાની આશા ધુંધળી દેખાઇ રહી છે.

તે રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડની BCCI સાથે વાતચીત ચાલી રહી છે. તેનાથી અંદાજો લગાવી શકાય કે T-20 સિરીઝને આગામી વર્ષે 5 ટેસ્ટ મેચની સિરીઝ સાથે જોડી શકે છે. જે ટેસ્ટ સિરીઝ પણ ભારતમાં જ રમાશે.

IPL સ્થગિત થયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે BCCIની નજર હવે ICC પર છે. જો ICC T-20 વર્લ્ડ કપનું આયોજન રદ કરે તો તેની જગ્યાએ BCCI IPL 2020નું આયોજન કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details