- ભારતીય ટીમે લંચ બ્રેક સુધી 4 વિકેટના નુકસાન પર 80 રન બનાવ્યા
- લંચ સુધી રોહિત શર્મા 106 બોલમાં 32 રન બનાવીને ક્રિઝ પર
- જેમ્સ એન્ડરસનને બે, બેન સ્ટોક્સ અને જેક લીચે એક-એક વિકેટ લીધી
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે લંચ બ્રેક સુધી 4 વિકેટના નુકસાન પર 80 રન બનાવ્યા છે. લંચ સુધી રોહિત શર્મા 106 બોલમાં 32 રન બનાવીને ક્રિઝ પર છે. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસનને બે, બેન સ્ટોક્સ અને જેક લીચે એક-એક વિકેટ લીધી હતી.
કોહલી ખાતું ખોલાવ્યા વિના આઉટ
બીજા દિવસની શરૂઆત ભારત માટે બહુ સારી નહોતી. ટીમે તેની બીજી વિકેટ ચેતેશ્વર પુજારાના રૂપમાં ગુમાવી દીધી હતી. પૂજારાએ 66 બોલમાં 17 રન બનાવ્યા અને જેક લીચનો શિકાર બન્યો હતો. તેમની જગ્યાએ આવેલા કેપ્ટન વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈને પરત ફર્યા હતા. તે જ સમયે, અજિંક્ય રહાણેએ 27 રન બનાવ્યા અને જેમ્સ એન્ડરસન સામે વિકેટ ગુમાવી બેઠા હતા.