ગુજરાત

gujarat

ETV Bharat / sports

WC2019 : ઈંગ્લેન્ડે ટૉસ જીતી બેટિંગનો લીધો નિર્ણય - sports

મૈનચેસ્ટર : આજે ICC વલ્ડૅ કપ 2019ની 24મી મેચમાં ઈંગ્લેન્ડ અને અફધાનિસ્તાન વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે ટૉસ જીત્યો છે. ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગને ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

WC2019 : ઈંગ્લેન્ડે ટૉસ જીતી બેટિંગનો લીધો નિર્ણય

By

Published : Jun 18, 2019, 4:37 PM IST

વલ્ડૅ કપમાં બંને ટીમ એકબીજા સાથે બે વખત આમનેસામને આવી ચૂકી છે. બંને મુકાબલામાં ઈંગ્લેન્ડની જીત થઈ હતી. ઈંગ્લેન્ડે અત્યાર સુધી પોતાની ચાર મેચોમાંથી ફક્ત એકમાં હાર થઈ છે. તો અફઘાનિસ્તાન પોતાની પ્રથમ જીત માટે તરસી રહી છે.

ઈંગ્લેન્ડ અને અફધાનિસ્તાનના ખેલાડી

અફધાનિસ્તાનની ગત્ત મેચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હાર થઈ હતી. અફધાનિસ્તાને અફતાબ આલમ, હજરતુલ્લાહ જાજાઈ અને હામિદ હસનના સ્થાને દૌલત જાદરાન, નબીબુલ્લાહ જાદરાન, મુજીબ ઉર રહમાનને તક આપવામાં આવી છે.યજમાન ટીમ ઈંગ્લેન્ડે ICC વલ્ડૅ કપ-2019માં આજ સુધી શાનદાર પ્રદર્શન કર્યુ છે.

ઈંગ્લેન્ડ ટીમ

સંભવિત ટીમ

ઈંગ્લન્ડ : જેમ્સ વિન્સ, જૉની બેયરસ્ટો, જો રુટ, ઈયોન મોર્ગન , બેન સ્ટોક્સ, જોસ બટલર , ક્રિસ વોક્સ, આદિલ રશિદ, મોઈન અલી, જોફ્રા આર્ચર, માર્ક વુડ.

અફધાનિસ્તા ટીમ : રહમદ શાહ, નૂર અલી જાદરાન, નબીબુલ્લાહ જાદરાન, હસ્મતુલ્લાહ શાહિદી, અસગર અફગાન, મોહમ્મદ નબી, ઈકરામ અલી ખલી, ગુલબદીન નાયબ, રશિદ ખાન, મુજીબ ઉર રહમાન , દૌલત જાદરાન

ABOUT THE AUTHOR

...view details