માન્ચેસ્ટર: બાબર આઝમની અડધી સદીની મદદથી પાકિસ્તાને ઇંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસના અંતે બે વિકેટ પર 139 રન બનાવ્યા છે.
પાકિસ્તાનની ટીમ તરફથી બાબર આઝમ 69 અને શાન મસુદ 46 રન બનાવીને અણનમ પરત ફર્યા હતાં. બાબરે 100 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 69 રન બનાવ્યાં હતાં. જ્યારે શાન મસૂદે 152 બોલમાં સાત ચોગ્ગાની મદદથી અણનમ 46 રન બનાવ્યા હતાં.
આ પહેલા પાકિસ્તાનના કેપ્ટન અઝહર અલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા દિવસે ફક્ત 49 ઓવર રમી શક્યા હતાં. વરસાદને કારણે મેચ બંધ કરવી પડી હતી.
પહેલા સત્રમાં પાકિસ્તાને તેમની બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ મસૂદ અને આઝમે ત્યાંથી ઇનિંગ્સ સંભાળી હતી સદૂ અને આબીદ અલીની જોડીએ પ્રથમ વિકેટ માટે 36 રન જોડ્યા હતાં. ઇંગ્લેન્ડે પોતાના ચાર બોલર્સનો ઉપયોગ કર્યો છે. જેમાં આર્ચર અને વોક્સને એક-એક સફળતા મળી છે.