ગુજરાત

gujarat

WC 2019 : શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 233 રનનો આપ્યો લક્ષ્યાંક

By

Published : Jun 21, 2019, 7:42 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક : ICC વર્લ્ડકપ 2019ની 27મી મેચ લીડ્સનાં હેડિંગ્લે મેદાન પર ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી ઈંગ્લેન્ડની ટીમને 233 રનનો ટાર્ગેટ આપ્યો છે.

WC 2019 : શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 233 રનનો આપ્યો ટાર્ગે

ICC એન્જેલો મૈથ્યૂજા અણનમ 83 અર્ધથતકથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડની ટીમને 233 રનનો ટાર્ગેટ આપ્યો છે. શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 232 રન કર્યા છે. અવિકા ફર્નાડો 49 અને કુશલ મેન્ડિસે 46 રન કર્યા છે.

ઈંગ્લેન્ડના બોલર જોફ્રા આર્ચર અને માર્ક વુડે 3-3 વિકેટ જ્યારે આદિલ રશિદે 2 વિકેટ ઝડપી છે.બંને ટીમોનો આ છઠ્ઠો મુકાબલો છે. પરંતુ પ્રદર્શનમાં જમીન-આસમાનનું અંતર રહેલું છે. ઈંગ્લેન્ડે કુલ 5 માંચ મેચ માંથી 4 મેચ જીતી છે. જ્યારે શ્રીલંકાએ 1 હાર અને 1 મેચમાં જીત મેળવી છે. જ્યારે 2 મેચ વરસાદના કારણે રદ થઈ હતી.

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી

ઇંગ્લેન્ડની ટીમ 8 અંક સાથે 10 ટીમના ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. જ્યારે શ્રીલંકા 4 ટીમની સાથે છઠ્ઠા સ્થાન પર છે.

સંભવિત ટીમ :

ઇંગ્લેન્ડ: જેમ્સ રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મૉર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વૉક્સ, આદિલ રાશિદ, લિયામ પ્લંકેટ, જોફ્રા આર્ચર, માર્ક વૂડ

શ્રીલંકા: દિમુથ કરૂણારત્ને (કેપ્ટન), કુશલ પરેરા , અવિકા ફર્નાડો, કુશલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુસ, જીવન મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા, ઇસુરુ ઉદાના, થિસારા પરેરા, નુવાન પ્રદીપ, લસિથ મલિંગા.

ABOUT THE AUTHOR

...view details