સાઉથૈંપ્ટનઃ ઈંગ્લેન્ડના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને સમર્થન કરીને જણાવ્યું કે, તેમણે પ્રથમ ટેસ્ટમાં સારી બેટીંગ કરી હતી અને સીરીઝના બાકી રહેલા મેચમાં તેમને સફળ થવાની સંપૂર્ણ તક મળશે. બટલર ગત 12 મેચમાં ફીફ્ટી મારવામાં નાકામ રહ્યા છે. તેમણે વેસ્ટઈન્ડીઝ વિરુધ પ્રથમ ટેસ્ટમાં જર્મેન બ્લેકુડનો કેચ છોડ્યો હતો. બ્લેકવુડે 95 રન ફટકારીને વેસ્ટઈન્ડીઝને 4 વિકેટે મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મેચ બાદ ઈંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર ડેરેન ગોએ કહ્યું હતું કે, બટલર વેસ્ટઈન્ડીઝ વિરુધ બાકી રહેલા મેચમાં જો સારૂં પ્રદર્શન નહી કરે, તો ટીમમાં તેમનું સ્થાન ખતરામાં છે. સિલ્વરવુડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને કહ્યું કે, હું ટીકા કરીને જોસ પર વધુ દબાણ લાવવા માગતો નથી. કારણ કે, મને નથી લાગતું કે તેનાથી બટલરને મદદ મળશે. આવી સ્થિતિમાં તે બટલરને સફળ થવાની શ્રેષ્ઠ તક આપવા માંગે છે.