ગુજરાત

gujarat

ETV Bharat / sports

117 દિવસ બાદ ક્રિકેટની વાપસી, કોરોનાએ નિયમો બદલ્યા, ઇંગ્લેન્ડ-વિન્ડિઝ વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ

કોરોના મહામારીને કારણે બંધ કરાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ફરીથી જીવંત કરવાના પ્રયાસમાં ઇંગ્લેન્ડ અને વિન્ડિઝની ટીમ આજે મેચ રમશે. આ મેચમાં નિયમો પહેલા જેવા જ રહેશે, પરંતુ ICC દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકામાં ફેરફારને કારણે ક્રિકેટમાં અનેક નવા નિયમ દેખાશે.

ENG vs WI
117 દિવસ બાદ ક્રિકેટની વાપસી

By

Published : Jul 8, 2020, 11:52 AM IST

લંડન: કોરોના મહામારીને કારણે બંધ કરાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ફરીથી જીવંત કરવાના પ્રયાસમાં ઇંગ્લેન્ડ અને વિન્ડિઝની ટીમ આજે મેચ રમશે. આ મેચમાં નિયમો પહેલા જેવા જ રહેશે, પરંતુ ICC દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકામાં ફેરફારને કારણે ક્રિકેટમાં અનેક નવા નિયમ દેખાશે.

કોરોના મહામારી વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ રહી છે. આ મેચમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન એક મહત્વપૂર્ણ નિયમ હશે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ આજથી સાઉથહેમ્પટનમાં પ્રથમ ટેસ્ટ રમશે. ઘણા ફેરફારો જોવા મળશે. પ્રેક્ષકો વિના, ખેલાડીઓને સ્ટેન્ડસ્ ખાલી લાગશે. ચાર મહિનાથી ક્રિકેટ રમાયું નથી, આને કારણે દરેક દેશના ક્રિકેટ બોર્ડને આર્થિક નુકસાન થયું હતું. સ્ટાફના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. શ્રીલંકાએ કેટલાક કર્મચારીઓને નિકાળી પણ દીધા હતાં.

ઇવેન્ટ ડિરેક્ટર સ્ટીવ એલ્વરડીના જણાવ્યા અનુસાર હવે...

  • ત્રણ ટેસ્ટ મેચની આ શ્રેણીમાં કોઈ ચાહકોની હાજરી નહીં રહે
  • ચોગ્ગા અને સિક્સર ફટકાર્યા બાદ બાઉન્ડ્રી લાઇનની બહાર ગયેલા બોલ રિઝર્વ પ્લેયર્સ ગ્લોવ્સ પહેરીને લાવશે
  • આ સિવાય બોલર્સ લાળનો ઉપયોગ કરી શકશે નહીં
  • જો આમ કરવામાં આવશે તો પહેલી બે વખત ચેતવણી મળશે ત્યારબાદ ત્રીજી વખતે ઓપોઝીટ ટીમને 5 રન એક્સટ્રા આપવામાં આવશે
  • મેચ દરમિયાન જો વિકેટ પડી જાય અથવા જીત બાદ બધા ખેલાડીઓ સાથે મળીને ઉજવણી કરી શકશે નહીં
  • પ્લેયર્સને ગળે લગાડવા અથવા અડવા પર પ્રતિબંધ છે. જો તેઓ ઇચ્છતા હોય, તો તેઓ કોણીથી અથવા અન્ય રીતે ઉજવણી કરી શકે છે
  • ખેલાડીઓ અમ્પાયરને કેપ્સ કે ચશ્માં અથવા પોતાની કોઈ વસ્તુ આપી શકશે નહીં
  • તેને પોતાને ગ્રાઉન્ડની બહાર રાખવું પડશે
  • બીજો ખેલાડી એક ખેલાડીની વસ્તુઓનો ઉપયોગ કરી શકશે નહીં
  • ઓવર બાદ બોલરે બોલ મુકતા પહેલા બોલને સેનિટાઈઝ કરવાની જવાબદારી અમ્પાયરની રહેશે

ABOUT THE AUTHOR

...view details