લંડન: ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ડેરેન ગૉફને લાગે છે કે, ખાલી સ્ટેડિયમમાં રમવાથી બેન સ્ટોક્સના પ્રદર્શન પર થોડોક ફર્ક પડશે.
નોંધનીય છે કે, કોવિડ -19 પછી ક્રિકેટ ફરી શરૂ થશે ત્યારે પ્રેક્ષકો વગર ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવાની સંભાવના છે.
49 વર્ષીય ગૉફે એક ચેનલને કહ્યું, "આપણે બેન સ્ટોક્સને મોટી મેચોમાં જોયો છે, જ્યારે મેચમાં દરેક વસ્તુ દાવ પર હોય છે, ત્યારે તે આવે છે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે."
તેમણે કહ્યું, "તેથી જ તેમના જેવા ખેલાડીઓ કે જેઓ આ સમયે વિશ્વના મહાન ખેલાડીઓમાં સામેલ છે, તેઓ પ્રેક્ષકો વગર કેવી રીતે રમી શકશે. મને લાગે છે કે આનાથી તેમની રમત પર થોડી અસર પડશે."
ઇંગ્લેન્ડે જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે અને તે બાયો-સેફ વાતાવરણમાં રમવામાં આવશે. ગૉફે કહ્યું કે, ખાલી સ્ટેડિયમમાં રમવા પર ખેલાડીઓની પ્રતિક્રિયા જોવાનું રસપ્રદ રહેશે.
તેમણે કહ્યું, "મને નથી લાગતું કે તેની ખેલાડીઓ પર વધારે અસર થશે. કેટલાક ખેલાડીઓ ભીડ પ્રત્યે વધુ પ્રતિક્રિયાશીલ છે. ગ્રહામ ગૂચ મારા વિશે કહેતા હતા કે જેટલા વધુ દર્શકો હશે હું વધારે સારું રમીશ