નવી દિલ્હી : હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન મુરલી વિજયે ચેન્નઇ સુપર કિંગ્સની સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટીંગ કરતા એક ખુલાસો કર્યો હતો. તે ઓસ્ટ્રેલિયાઇ મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી એલિસ પૈરીની સાથે ડિનર પર જવા ઇચ્છે છે. ત્યારબાદ પૈરીએ તેનો જવાબ આપ્યો હતો.
મુરલી વિજય સાથે ડેટ પર જવા એલિસ પૈરી રાજી, પરંતુ બિલ મુરલી વિજય જ ભરશે
હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેના પગલે લોકો ઇન્સ્ટા અથવા ફેસબુક પર લાઇવ ચેટ કરતા હોય છે. આ વચ્ચે રમત જગતના ખેલાડીઓ પણ તેમાંથી બાકાત રહ્યા નથી. વાત છે ભારતીય ક્રિકેટર મુરલી વિજય કે જે ઓસ્ટ્રિલાયાની પ્લેયર સાથે ડેટ પર જવા ઇચ્છે છે. જેનો ઓસ્ટ્રેલિયાઇ ખેલાડીએ શું આપ્યો જવાબ વાંચો અહેવાલ
મુરલી વિજય સાથે ડેટ પર જવા એલિસ પૈરી રાજી, પરંતુ બિલ મુરલી વિજય જ ભરશે
મુરલી વિજયે કહ્યુ કે, તે પૈરી સાથે ડિનર પર જવા ઇચ્છે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં પૈરીને પૂછવામાં આવ્યુ કે તેનો વિજયની ઓફરને લઇને શું વિચાર છે, ત્યારે ઓલરાઉન્ડર પૈરીએ જવાબ આપતા કહ્યું કે આશા છે કે, બિલની ચૂકવણી મુરલી વિજય કરશે. તેઓએ કહ્યું કે પ્રશંસા સાંભળી ખુશ થઇ હતી.