ગુજરાત

gujarat

ETV Bharat / sports

રવિન્દ્ર જાડેજા : આ મને સ્પિડિ રિકવરીની શુભકામના આપવા આવ્યો છે

ક્રિકેટ જગતથી દૂર જાડેજા વેકેશનના મુડમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જંગલ સફારી કરતા જોવા મળી રહ્યો છે. જે દરમિયાન તેને વાઘ જોવા મળ્યો હતો. આ વીડિયો શેર કરતા તેને કેપ્શનમાં લખ્યું કે, વાઘ મને ફિટ રહેવા માટેની શુભેચ્છા આપવા આવ્યો છે.

રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા

By

Published : Mar 20, 2021, 7:15 PM IST

  • જામનગરના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયામાં મૂકયો વીડિયો
  • રવિન્દ્ર જાડેજા છેલ્લા ઘણા સમયથી ઇજાગ્રસ્ત હોવાથી ભારતીય ટીમથી બહાર
  • ફ્લાઈટમાં બેગ્લોર જતા પહેલા રવિન્દ્ર જાડેજાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો

ન્યૂઝ ડેસ્ક : ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા હાલમાં રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવા માટે સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે. જાડેજાએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમી હતી. આ શ્રેણી દરમિયાન જ જાડેજાને તેના અંગૂઠામાં ફેક્ચર થયું હતું. જે બાદ તે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ શ્રેણી અને હવે ટી -20 શ્રેણીમાં ભાગ લઈ શક્યો ન હતો. ક્રિકેટથી દૂર, જાડેજા વેકેશનના મુડમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જંગલ સફારી કરતા જોવા મળી રહ્યો છે. જે દરમિયાન તેને વાઘ જોવા મળ્યો હતો. આ વીડિયો કઇ જગ્યાનો છે, તે અંગેની કોઇ માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો -લોકડાઉનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તલવારબાજી કરી... જુઓ વીડિયો

વાઘ મને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ આપવા માટે આવ્યો છે

જાડેજાએ આ વીડિયોને તેના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેને વ્યંગાત્મક કેપ્શન લખ્યું છે. જેમાં તેને લખ્યું છે કે, વાઘ મને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ આપવા માટે બહાર આવ્યો છે. જાડેજા 23 માર્ચથી ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં પરત ફરે તેવી શક્યતા હતી, પરંતુ સિલેક્ટર્સે તેને ટીમમાં શામેલ કર્યો ન હતો. આ સિવાય તે IPL 2021ની તૈયારી માટે ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રક્ટિસમાં હજૂ સુધી જોડાયા નથી.

આ પણ વાંચો -ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબા દ્વારા જનતા કર્ફયુને કર્યુ સમર્થન, વીડિયો દ્વારા કરી અપીલ

છેલ્લા એક વર્ષમાં જાડેજાએ બેટિંગ અને બોલિંગ બન્નેમાં કર્યું ઉમદા પ્રદર્શન

જો છેલ્લા એક વર્ષના જાડેજાના પ્રદર્શન પર નજર કરીએ તો, આ દરમિયાન તેણે બેટિંગ અને બોલિંગ બન્નેમાં ઉમદા પ્રદર્શન કર્યું છે, જેમાં ટીમને ઘણી મેચમાં યાદગાર વિજય પણ અપાવ્યો છે. બેટિંગ અને બોલિંગ ઉપરાંત જાડેજા તેની ફિલ્ડિંગ વડે પણ ટીમને ખૂબ ઉપયોગી રહ્યો છે. સિડની, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડ્રો થઇ હતી, જેમાં જાડેજાએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ દરમિયાન ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે બેટિંગ દરમિયાન 28 રન નોંધાવ્યા હતા. ભારતે અહીં ઐતિહાસિક સફળતા હાંસલ કરી ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી હતી.

રવિન્દ્ર જાડેજા બેંગ્લુરુ જવા રવાના

ઉલ્લખેનીય છે કે, આ અંગે ETYV BHARAT સાથેની EXCLUSIVE વાતચીત દરમિયાન ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, તેમને હાલ નેશનલ એકેડેમીમાં બેંગ્લુરુ જઈ રહ્યા છે. જો કે રવિન્દ્ર જાડેજામાંથી ઇજામાંથી બહાર આવ્યો છે અને ફરીથી ક્રિકેટ રમતો જોવા મળશે. ખાસ કરીને આગામી IPL, 2021માં રવિન્દ્ર જાડેજા ચેન્નઇ સુપરકિંગનો હિસ્સો છે, ત્યારે સારું પરફોર્મન્સ કરશે તેવો આશાાદ પણ રિવાબા સેવી રહ્યા છે.

આ પણ વાંચો -જામનગરનાં ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જયરાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી

ABOUT THE AUTHOR

...view details