ગુજરાત

gujarat

ETV Bharat / sports

સ્ટુઅર્ટ બ્રૉડને ટીમ બહાર રાખવાથી કોઈ અફસોસ નથી: બેન સ્ટોક્સ - રમતગમતનાસમાચાર

ઈંગ્લેન્ડના હંગામી કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે, મને સ્ટુઅર્ટ બ્રૉડને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાંથી બહાર રાખવાનો કોઈ અફસોસ નથી.

Broad for first Test
Broad for first Test

By

Published : Jul 13, 2020, 1:00 PM IST

સાઉથેમ્પટન: ઈંગ્લેન્ડના હંગામી કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે, મને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં હાર બાદ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડને અંતિમ પ્લેઇંગ ઇલેવનથી બહાર રાખવાનો નિર્ણયને લઈ કોઈ અફસોસ નથી.

સ્ટુઅર્ટ બ્રૉડ ને ટીમ બહાર રાખવાથી કોઈ અફસોસ નથી : બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડના નિયમિત કેપ્ટન જે રુટ આ મેચ રમ્યો નહોતો. રૂચના સ્થાને બેન સ્ટોક્સે ટીમની આગેવાની કરી હતી. ત્રણ મેચની સીરિઝમાં પ્રથમ મેચમાં ઈગ્લેન્ડને વેસ્ટ ઈન્ડિઝ 4 વિકેટે હરાવ્યું છે. જર્મેન બ્લૈકવુડની 95 રનની શાનદાર ઈન્ગિસથી વેસ્ટ ઈન્ડિઝને 200 રનનો લક્ષ્ય મેળવી સીરિઝમાં 1-0થી બઢત મેળવી હતી.

સ્ટુઅર્ટ બ્રૉડ ને ટીમ બહાર રાખવાથી કોઈ અફસોસ નથી : બેન સ્ટોક્સ

બ્રોડને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું, જેના પર તેણે પ્રતિક્રિયા આપી હતી. બ્રોડે કહ્યું હતું કે, હું આ નિર્ણયથી ગુસ્સે અને નિરાશ છું. બ્રૉડે અત્યાર સુધીમાં 138 ટેસ્ટ મેચમાં 485 વિકેટ અને 121 વનડેમાં 178 વિકેટ લીધી હતી. સ્ટોક્સે માર્ચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરુ થવા પર પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમની પસંદગીનો બચાવ કર્યો હતો.

સ્ટુઅર્ટ બ્રૉડ ને ટીમ બહાર રાખવાથી કોઈ અફસોસ નથી : બેન સ્ટોક્સ

સ્ટોક્સે કહ્યું કે, તમે જે નિર્ણય કરો છે અને તેના પર તમારે અડગ રહેવું જોઈએ. હું એવો વ્યક્તિ નથી કે, જેના પર અફસોસ વ્યક્ત કરુ, સ્ટોક્સે કહ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે, અમે ભૂલ ક્યાં કરી છે. પ્રથમ દાવમાં મોટો સ્કોર કરવા માટે તમારે સારું પ્રદર્શન કરવું પડે છે. તેમણે કહ્યું કે, જો અમે 60,70 અથવા 80થી વધુ રન કર્યા હોત તો આ મેચ અલગ જ હોત.

ABOUT THE AUTHOR

...view details