સિડની : ઓસ્ટ્રેલિયાઇ ટેસ્ટ કેપ્ટન ટિમ પેને સ્વીકાર કર્યો છે કે ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટ ટીમ વિરાટ કોહલી સામે કોઇ પણ પ્રકારની બોલાચાલીથી બચતી રહે છે, સાથે એ પણ કહ્યું કે ભારતીય કેપ્ટનના બેટને શાંત રાખવાનો પ્લાન હતો નહી કે IPL કરારથી બચવાની યોજના. જેનો ક્લાર્કે દાવો કર્યો હતો.
ટિમ પેને એક વેબસાઇટને જણાવતા કહ્યું કે, 'મેં એવુ નથી જોયુ કે, વધારે લોકો કોહલી સાથે સારો વ્યવહાર કરતા હોય અને તેને આઉટ કરવાની કોશીશ ન કરતા હોય.'
ભારતે 2018માં ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાને 2-1થી ટેસ્ટ સીરીઝ હરાવી હતી. ટીમ પેને કહ્યું કે, ' મને લાગી રહ્યું છે કે જેના પણ હાથમાં બોલ હતો, ત્યારે અમે બેટિંગ કરી રહ્યા હતા. તે સમયે તમામ મેચ જીતવા ઇચ્છતા હતા. મને નહોતી ખબર કે કોન તેનાથી બચવા માગતા હતા, પરંતુ અમે તેવુ કઇ પણ કરવા નહતા માગતા જેનાથી કોહલી સાથે બોલાચાલી થાય કારણ કે કોહલી તેવી સ્થિતિમાં સૌથી વધુ સારૂ રમે છે.
મહત્વનું છે કે ભારતને ઓક્ટોબર 2020થી જાન્યુઆરી 2021 સુધી 4 ટેસ્ટ, 3 વન ડે અને 3 T-20 મેચ રમવા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાનું છે.