ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિરાટ કોહલી સાથે ટક્કર પડી શકે છે મોંઘી - સ્પોર્ટ્સ ન્યૂઝ

રાશિદ લતીફે કહ્યું છે કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે બીજી ટિમોએ ટક્કર લેવી ન જોઈએ.

virat kohli
virat kohli

By

Published : Apr 9, 2020, 10:21 PM IST

લાહોર: પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ લતીફે કહ્યું છે કે વિરોધી ટીમો માટે સારૂ રહેશે કે તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પંગો ન લે.

લતીફે 2014 માં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીનું ઉદાહરણ આપ્યું હતું જેમાં મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ પછી કોહલીએ કેપ્ટનશીપ સંભાળી હતી.

શ્રેણીની છેલ્લી મેચમાં ભારતનો પરાજય થયો હતો, પરંતુ 364 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં તેઓ વિજયની ખૂબ નજીક પહોંચી ગયા હતા. કોહલીએ આ મેચમાં કેપ્ટન તરીકે 141 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ ઇનિંગ્સમાં પણ 115 રન બનાવ્યા હતા.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર ખાસ કરીને મિશેલ જહોનસન સતત કોહલી પર સ્લેજ કરી રહ્યો હતો. તેણે કહ્યું, "2014ની સિરીઝમાં જ્યારે ધોની બે ટેસ્ટ બાદ નિવૃત્ત થયો હતો, ત્યારે એક ટેસ્ટ મેચ બાકી હતી. આમાં વિરાટ કોહલીએ બે સદી ફટકારી હતી. આ મેચમાં જ્હોનસન કોહલીને પજવતો હતો અને તે બંને વચ્ચે અનબન પણ થઈ હતી. જ્યારે તમે ક્લિપ જોશો ત્યારે તમે સમજી શકશો. કોહલીની પ્રતિક્રિયા રક્ષણાત્મક નહોતી. પૂર્વ વિકેટકીપરે કહ્યું હતું કે કેટલાક એવા ખેલાડીઓ હોય છે જેમની સાથે પંગો ન લેવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details