ઢાકા: બાંગ્લાદેશની વન ડે ટીમના નવ નિયુકત કેપ્ટન તમીમ ઈકબાલે કહ્યું કે, પોતાની ભૂમિકામાં બદલાવ લાવવા માટે કેટલોક સમય જોઈએ છે. તમીમે ગત અઠવાડીયે મશરફી મુર્તજાના સ્થાન પર કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મુર્તાજાએ ઝિમ્બામ્બે ટીમ વિરુદ્ધ ત્રણ મેચની સીરિઝ બાદ પોતાનું પદ છોડ્યું હતું.
બાંગ્લાદેશ ક્રિકેટ માટે જે સર્વશ્રેષ્ઠ હવે તે કરીશ: તમીમ ઈકબાલ - gujaratinews
બાંગ્લાદેશના ક્રિકેટ ટીમના કેપ્ટન તમીમ ઈકબાલે કહ્યું કે, અમારા પ્રશંસકોએ પણ સંયમ રાખવો પડશે. હું ટીમ માટે જે પણ સર્વશ્રેષ્ઠ હશે તે કરવાનો પ્રયત્ન કરીશ.

etv bharat
તમીમે પત્રકારોને કહ્યું, તમારે ધૈર્ય રાખવું પડશે. પ્રશંસકોએ પણ સંયમ રાખવો પડશે. હું ટીમના હિત માટે જે પણ સર્વશ્રેષ્ઠ હશે તે કરવાનો પ્રયત્ન કરીશ. તમીમ ઈકબાલે બાંગ્લાદેશ ક્રિકેટમાં 2007માં ડેબ્યૂ કર્યું હતું. તેને અત્યાર સુધીમાં 207 વનડે મેચ રમી ચૂક્યો છે. જેમાં 36.74ની સરેરાશ સાથે 7,202 રન કર્યા છે.