વર્લ્ડ કપની અંતિમ મેચ બાદ ધોની લઈ શકે છે સંન્યાસ ! - gujarat
સ્પોર્ટસ ડેસ્ક : વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીની ધીમી બેટિંગની ક્રિકેટ એક્સપર્ટ અને ફેન્સ ટીકા કરી રહ્યા છે. ત્યારે વર્લ્ડ કપ બાદ પૂર્વ ભારતીય કેપ્ટન ધોની ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી શકે છે. PTIને BCCIના અધિકારીના જણાવ્યા અનુસાર મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપમાં પોતાની અંતિમ મેચ રમશે, ત્યારબાદ સંન્યાસ લેશે.
વર્લ્ડ કપની અંતિમ મેચ બાદ ધોની લેશે સંન્યાસ : સુત્ર
છેલ્લા કેટલાક સમયથી ધોની આલોચકોનાં નિશાન પર છે. વર્લ્ડ કપમાં ધોનીની ધીમી ઇનિંગ ટીમ ઇન્ડિયાને મોંઘી પડી રહી છે.
- ધોનીની વર્લ્ડ કપની સફળ
- ભારત V/S આફ્રિકા : 34 રન અને 1 સ્ટમ્પ
- ભારત V/Sઓસ્ટ્રેલિયા : 27 રન અને 1 કેચ
- ભારત V/S પાકિસ્તાન : 1 રન અને 0 કેચ-સ્ટમ્પ
- ભારત V/Sઅફઘાનિસ્તાન : 28 રન અને 1 સ્ટમ્પ
- ભારત V/Sવેસ્ટ ઈન્ડિઝ : 56 રન અને 1 સ્ટમ્પ
- ભારત V/S ઈંગ્લેન્ડ 42* રન 0 કેચ/સ્ટમ્પ