ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિરાટ કોહલીને પોતાની ટીમમાં નહોતા લેવા માંગતા ધોનીઃ દિલીપ વેંગસરકર

ભારતીય ટીમના પૂર્વ સિલેક્ટર દિલીપ વેંગસરકરે વિરાટ કોહલીના કરિયરને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ 2008માં કોચ ગૈરી કર્સ્ટન અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાની ટીમમાં વિરાટ કોહલીને નહોતા લેવા માંગતા.

વિરાટ કોહલીને પોતાની ટીમમાં નહોતા લેવા માંગતા ધોનીઃ દિલીપ વેંગસરકર
વિરાટ કોહલીને પોતાની ટીમમાં નહોતા લેવા માંગતા ધોનીઃ દિલીપ વેંગસરકર

By

Published : Apr 3, 2020, 11:29 AM IST

હૈદરાબાદઃ વિરાટ કોહલીએ 2008માં ભારતીય અંડર-19 ટીમના પ્રતિનિધિત્વ કરતા વર્લ્ડકપ જીત્યો હતો. વિરાટ કોહલી તે ટીમના સૌથી સારા ખેલાડી હતા, ભારતીય ટીમના સિલેક્ટરના તત્કાલીન અધ્યક્ષ દિલીપ વેંગસરકરને તેની પ્રતિભા વિશે ખબર હતી, જ્યારે એમ.એસ. ધોની અને ગૈરી કસ્ટનને દિલીપની પસંદ વિશે સંદેહ હતો.

વિરાટ કોહલીને પોતાની ટીમમાં નહોતા લેવા માંગતા ધોનીઃ દિલીપ વેંગસરકર

ભારતના પૂર્વ કેપ્ટન વેંગસરકરએ પણ દાવો કર્યો કે, 2008માં તમિલનાડુના ખેલાડી એસ. બદ્રીનાથની જગ્યાએ કોહલીને લેવાના કારણે તેમને પોતાની નોકરી છોડવાનો વારો આવ્યો હતો.

વિરાટ કોહલીને પોતાની ટીમમાં નહોતા લેવા માંગતા ધોનીઃ દિલીપ વેંગસરકર

વેંગસરકરેે 2008માં એક ટૂર્નામેંટ માટે કોહલીની ભલામણ કરી હતી. તેમને મહસૂસ કર્યું કે, ટૂર્નામેંટમાં અંડર-19 છોકરાઓને પણ આજમાવા જોઇએ અને તે સમય જાણવા મળ્યું કે કોહલી સારૂ પ્રદર્શન કરી રહ્યા છે, તેના કારણે તેમને ટીમમાં લેવામાં આવવા જોઇએ.

વિરાટ કોહલીને પોતાની ટીમમાં નહોતા લેવા માંગતા ધોનીઃ દિલીપ વેંગસરકર

વેંગસરકારએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના યુવાનો માટે એક ઇમજિંગ પ્લેયર્સ ટૂર્નામેંટ થવાની હતી, આ ટૂર્નામેંટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ ભાગ લઇ રહી હતી. હુ અને મારા સાથીઓએ નિર્ણય કર્યો કે, અમે અંડર-23ના છોકરાઓને લઇશું અને તેજ સમયે આપણે અંડર-19 વર્લ્ડ જીત્યો હતો. વિરાટ કોહલી અંડર-19ના કેપ્ટન હતા અને મે તેમને ટીમમાં પસંદ કર્યા હતા.

તે સમયે ટીમ ઇન્ડિયાના કોચ ગૈરી કર્સ્ટન અને કેપ્ટન ધોનીની સલાહ હતી કે તેમને કોહલીને નથી જોયો અને જૂની ટીમ સાથે રમવાનું ચાલુ રાખવું જોઇએ, જ્યારે વેંગસરકરએ પોતાના નિર્ણય પર અડિગ રહ્યા હતા, અને તેના કારણે તેમને પોતાની નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો હતો.

વધુમાં તેમને ઉમેર્યું કે, ગૈરી અને ધોની કહી રહ્યા હતા કે, અમે તેને નથી જોયો અને અમે એક જ ટીમ સાથે રહીશું. મે તેમને કહ્યું કે, તમે તેને નહી જોયો હોય પણ મે જોયો છે અને આપણે આ છોકરાને લેવાનો છે.

ભારતીય ટીમના હાલના કેપ્ટન વિરાટ કોહલીએ 18 ઓગસ્ટ 2018ના રોજ શ્રીલંકા વિરૂદ્ધ ભારત માટે વન-ડેમાં ડેબ્યું કર્યું હતું, કોહલીએ ભારત માટે 248 વન-ડે મેચમાં 59.3ની રનરેટથી 11867 રન બનાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details