મુંબઈ: ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે મહેન્દ્રસિંહ ધોની સાથેની પહેલી મુલાકાતને યાદ કરી હતી.
દિનેશે કહ્યું કે, તે 2003-04માં પ્રથમ ઈન્ડિયા-A પ્રવાસમાં મહેન્દ્રસિંહ ધોનીની સાથે હતા અને 2003થી આજ સુધી ધોનીમાં સફેદ વાળ સિવાય કાંઈ ફેરફાર થયો નથી, કાર્તિકે કહ્યું કે, તે જ્યારે પ્રથમ વખત ધોનીને મળ્યા, ત્યારે ધોની ખૂબ સરળ સ્વભાવના વ્યક્તિ હતા અને આજે પણ તે સરળ સ્વભાવના છે.