ચેન્નાઈ: ફ્રેન્ચાઇઝીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, બોલર લક્ષ્મીપતિ બાલાજી અને રવિન્દ્ર જાડેજાનો એક ફોટો શેર કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 15થી 20 ઓગસ્ટ સુધી ચેન્નઈમાં ટ્રેનિંગ કેમ્પ યોજ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓફ સ્પિનર હરભજન સિંહ પોતાના અંગત કારણોસર દુબઇ જવા રવાના થઈ શકયા નથી.
ધોની અને રૈના IPL-13 માટે દુબઈ રવાના થયા ભારત ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના ચેન્નાઈ સુપરકિંગ્સના બાકી ખેલાડીઓ સાથે આઈપીએલ 13ની સિઝન માટે શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત જવા રવાના થયા છે.
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાએ 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ બંનેની નિવૃત્તિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પત્ર લખી તેમને આગળના જીવન માટે શુભકામના આપી હતી અને ક્રિકેટમાં આપેલા અભૂતપૂર્વ યોગદાન બદલ તેમની પ્રશંસા કરી હતી.
આ પહેલા રાજસ્થાન અને પંજાબની ટીમ વિશેષ વિમાન મારફતે દુબઇ પહોંચી ગઈ છે. વર્તમાન કોરોના મહામારીને કારણે IPL UAEમાં યોજાવાની છે. જ્યારે શુક્રવાર સાંજે કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ અબુધાબી પહોંચશે. ટુર્નામેન્ટ દરમિયાન UAEમાં રોકાશે.
UAE રવાના થયા પહેલા ક્રિકેટરોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. UAEમાં આ સાથે જ તેમને છ દિવસ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવશે. જેમાં પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે. જો તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો જ તેમને ટુર્નામેન્ટના બાયો બબલમાં પ્રવેશ કરવા દેવામાં આવશે અને ત્યાં તેમને પ્રેક્ટિસ શરૂ કરી શકશે.