નવી દિલ્હી: ભારતીય યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો માર્ગદર્શક કહ્યો છે. જેની સાથે તે ગમે ત્યારે ગમે એ સમસ્યા વિશે વાત કરી શકે છે.
ધોની મારો માર્ગદર્શક, હું ગમે ત્યારે વાત કરી શકું છુંઃ ઋષભ પંત - ધોની હંમેશા મારો માર્ગદર્શક રહ્યો છે, હું ગમે ત્યારે તેની સાથે વાત કરી શકું છું.
ઋષભ પંતે કહ્યું કે, જો માહી ભાઈ ક્રીઝ પર છે, તો તમે જાણો છો કે બધી વસ્તુઓ નિશ્ચિત જ હોય. ધોનીના મનમાં એક યોજના છે, તમારે ફક્ત તેને સ્વીકારવાની હોય છે. ધોની હંમેશા મારો માર્ગદર્શક રહ્યો છે, હું ગમે ત્યારે તેની સાથે વાત કરી શકું છું.
દિલ્હી કેપિટલ્સના ઇન્સ્ટાગ્રામ પર વાત કરતા પંતે કહ્યું કે, "ધોની મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ મારો માર્ગદર્શક છે. હું તેની સાથે મારી સમસ્યાઓ વિશે કોઈપણ સમયે વાત કરી શકું છું. ધોની મારી સમસ્યાને સંપૂર્ણપણે હલ કરતો નથી. જેથી હું તેના પર સંપૂર્ણ રીતે નિર્ભર ન રહી શકું.
પંતે કહ્યું કે, ધોની મને થોડી વસ્તુઓ વિશે વાત કરે છે, જેની મને મદદ મળે છે. મારો માટે સૌથી પ્રિય બેટિંગ ભાગીદાર ધોની જ છે. જો કે, સાથે રમવાનું બહું ઓછી વાર થયું છે. માહી ભાઈ જો તમે ક્રીઝ પર હોવ તો, તમે જાણો છો કે કેટલીક વસ્તુઓનું સમાધાન થઈ ગયું. ધોની હંમેશા ફક્ત વાસ્તવિક વ્યક્તિત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પંતે કહ્યું કે, મને ગર્વ છે કે ધોની મારા પ્રદર્શનનો આદર કરે છે. તમે કોઈના આદર્શોથી શીખો, પણ તેનું અનુકરણ ન કરો. તમે તમારી ઓળખ બનાવો."