નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હૈંસી ક્રોનિએની સામેલવાળી મેચ ફિક્સિંગ મામલે એક મુખ્ય આરોપી અને કથિત સટ્ટેબાજ સંજીવ ચાવલાને ગુરુવારે 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.
મુખ્ય મેટ્રેપોલિટન મજિસ્ટ્રેટ સુધીર કુમાર સિરોહીએ ચાવલાને 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. પોલીસે અદાલત પાસેથી ચાવલાને 14 દિવસ માટે અનુરોધ કર્યો હતો. પોલીસે અદાલતને જણાવ્યું કે, ચાવલા 5 મેચની ફિક્સિંગમાં સામેલ છે. ચાવલા પર ફેબ્રુઆરી-માર્ચ 2000માં દક્ષિણ આફ્રિકા ટીમના ભારતના પ્રવાસ પર મેચ ફિક્સિંગ માટે ક્રોનિએની સાથે મળીને કાવતરું ઘડ્યાનો આરોપ છે.
બ્રિટિશ અદાલતે દસ્તાવેજોમાં કહ્યું કે, દિલ્હીમાં જન્મેલો વ્યવસાયી ચાવલા 1996માં વ્યાપાર વિઝા પર બ્રિટેન આવ્યો હતો, પરંતુ તે ભારતની યાત્રા કરતો રહ્યો છે.