ગુજરાત

gujarat

ETV Bharat / sports

ચાહેરના કહેર સામે બાંગ્લાદેશ ઢેર, 7 રનમાં 6 વિકેટ ઝડપી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - deepak chahar latest news

નાગપુર: દીપક ચાહેરે નાગપુર ટી-20માં ઇતિહાસ રચી દીધો. એમણે સાત રન દઇને છ વિકેટ ઝડપી હતી. જે ટી-20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસનો સૌથી શ્રેષ્ઠ સ્કોર છે.

etv bharat

By

Published : Nov 11, 2019, 3:50 AM IST

Updated : Nov 11, 2019, 4:16 AM IST

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટી-20 સીરીઝને ભારતે 2-1થી પોતાના નામ પર કરી લીધી છે. સીરીઝના ત્રીજા અને છેલ્લા મેચમાં દીપક ચાહેર શાનદાર બોલિંગ કરી ટીમ બાંગ્લાદેશને 3.2 ઓવરમાં ફ્કત 7 રન આપીને હેટ્રિક સહિત છ વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે, સાત રન આપીને છ વિકેટ ઝડપીને તેણે ટી-20ના ઇતિહાસનો બેસ્ટ સ્કોર પોતાના નામ પર કરી લીધો હતો. આ પહેલા બેસ્ટ આંકડો શ્રીલંકાના અજંતા મેન્ડિસના નામે હતો. તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમીને આઠ રન આપીને છ વિકેટ ઝડપી હતી. પોતાની ઘાતક બોલિંગને કારણે તેમણે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ જીત્યો હતો.

ચાહેરના કહેર સામે બાંગ્લાદેશ ઢેર, 7 રનમાં 6 વિકેટ ઝડપી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

નોંધનીય છે કે, ભારતે આ મેચમાં બાંગ્લાદેશને 30 રનથી હરાવ્યુ છે. આ મેચમાં યુજવેન્દ્ર ચાહેરે પણ ઇતિહાસ રચ્યો હતો. એણે એક વિકેટ લઇને ટી-20 આંતરરાષ્ટ્રીય કરીયરમાં ભારત માટે સૌથી તેજ 50 વિકેટ પૂર્ણ કર્યા છે. એણે આ મામલામાં અશ્વિન અને બુમરાહને પણ પાછળ છોડી દીધા છે.

Last Updated : Nov 11, 2019, 4:16 AM IST

ABOUT THE AUTHOR

...view details