ગુજરાત

gujarat

ETV Bharat / sports

ડે-નાઈટ મેચમાં જ્યારે પીંક બૉલનો ઉપયોગ થાય ત્યારે નિર્ણય લેવો અંપાયરો માટે કઠિનઃ એસ. રવિ - what is pink ball test

કોલકાતાઃ ભારતીય અંપાયર એસ. રવિએ કહ્યું કે ગુલાબી બૉલથી ટેસ્ટમાં અંપાયરિંગ કરવું એ સતત 5 વન-ડેમાં અંપાયરિંગ કરવા જેવું છે.

umpire in bcc bcc update icc update icc umpires update cricket latest news what is pink ball test challeng of umpires

By

Published : Nov 21, 2019, 10:10 AM IST

એલીન પેનલમાં એકમાત્ર ભારતીય અંપાયર એસ. રવિને 2015માં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં પોતાની ઉંઘવાની આદતમાં ફેરફાર કરવો પડ્યો. 4 વર્ષ પહેલા એડિલેડમાં ગુલાબી બૉલથી પહેલા ટેસ્ટમાં અંપાયરિંગ કરનારા રવિએ ઘણી મહેનત કરી હતી. દરમિયાન તે મોડીરાત્રે ઉંઘતા અને લેઈટ ઉઠતા હતા. જેથી તેમના શરીર બદલાતા સમય સાથે સાનુકુળતા જાળવી રાખે.

રવિએ બે મહિના પહેલા દુબઈમાં આઈ.સી.સી.ના ટ્રેનિંગ સેન્ટરમાં ભાગ લીધો અને ત્યારબાદ પર્થમાં ન્યૂઝીલેન્ડ અને વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા વચ્ચે બે દિવસીય અભ્યાસ મેચમાં અંપાયરિંગ કર્યુ.

ડે-નાઈટ મેચ અંપાયરો માટે પણ પડકારજનક, ભારતીય અંપાયર એસ. રવિની હ્રદય વેદના

રવિએ કહ્યું, હું રાતે મોડાથી ઉંઘતો, મેચ દસ - સાડા દસ સુધી ચાલતી અને હોટલમાં આવીને ઉંઘતા ખૂબ મોડુ થતુ. કોઈ પણ ટેસ્ટ પહેલા થોડી બેચેની રહે છે. હું ઘણો ઉત્સાહિત હતો અને માહોલની મઝા માણી રહ્યો હતો.

બીજાની માફક તેમણે પણ સ્વીકાર્યુ કે આથમતા સૂર્યના પ્રકાશમાં ગુલાબી બૉલથી રમવું મુશ્કેલ થશે. સૂર્યના આથમતા સમયે જોવામાં મુશ્કેલી પડે છે. બૉલને સરખો દેખાતો ન હોવાથી તેની પર ચાંપતી નજર રાખવી પડે.

ABOUT THE AUTHOR

...view details