મેલબર્ન : ઓસ્ટ્રલિયાના સ્ટાર બેટ્સમેન અને સનરાઈઝ હૈદરાબાદ તરફથી રમતા ડેવિડ વોર્નર IPLની 13મી સિઝન રમવા ખૂબ જ આતુર છે. વોર્નરના મેનેજર જેમ્સ આર્સકિને એક ન્યૂઝ અખબારને ઈન્ટરવ્યુ આપતા જણાવ્યું કે, જો IPL રમાશે તો વોર્નર અચૂક પણે રમવા ઈચ્છે છે.
IPL રમવા ડેવિડ વોર્નર આતુર - ડેવિડનો આપીએલ માટે લગાવ
વિશ્વભરમાં સતત વધતા કોરોનાવાઈરસના ભય વચ્ચે તમામ સ્પોર્ટિંગ ઈવેન્ટસને હાલ પુરતી સ્થગિત કરી દેવામાં આવી છે. IPLની 13મી સિઝનની શરૂઆત 29 માર્ચથી થવાની હતી, પરંતુ વિશ્વભરમાં ફેલાઈ રહેલા કોરોનાવાઈરસનોન કહેર અને ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી IPL હાલ પુરતી 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. IPLમાં વિશ્વના પ્રસિદ્વ ખેલાડીઓ ભાગ લેતા હોય છે, ત્યારે ઓસ્ટ્રલિયાના સ્ટાર બેટ્સમેન અને સનરાઈઝ હૈદરાબાદ તરફથી રમતા ડેવિડ વોર્નરનો IPL પ્રત્યે લગાવ જોવા મળ્યો છે.
IPL રમવા ડેવિડ વોર્નર આતુર
ડેવિડ વોર્નર સનરાઈઝ હૈદરાબાદના મુખ્ય પ્લેયર ઉપરાંત IPLની 13મી સિઝન માટે કેપ્ટન પણ જાહેર કરવામાં આવ્યો છે. વોર્નર અત્યાર સુધી IPLની 126 મેચ રમી છે અને 43.17ની એવરેજથી 4706 રન બનાવ્યા છે. જેમાં 4 સતકનો સમાવેશ છે. ડેવિડ વોર્નર 2015, 2017 અને 2019ની IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવી ઓરેંજ કેપનો દાવેદાર પણ રહી ચુક્યો છે.