સિડની : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના બેટ્સમેન ડેવિડ વોર્નરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વોર્નર ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજાની તલવારબાજી એક્શનની નકલ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો છેલ્લા વર્ષે એક જાહેરાતની શૂટિંગ સમયનો છે. વીડિયોમાં વોર્નર પોતાના બેટને તલવારની જેમ ફેરવી રહ્યો છે. જેવા કે ડાયરેક્ટર તેને કટ બોલે છે તે સાથે જ વોર્નર તેનુ હસવાનું બંધ નથી કરી શકતો.
વોર્નરે બેટથી કરી તલવારબાજી, ફેંસને પૂછ્યુ- શું મેં જાડેજા જેવું કઇ કર્યુ? - તલવારબાજી
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના બેટ્સેમન ડેવિડ વોર્નરે ભારતીય સ્ટાર સ્પિનર રવીન્દ્ર જાડેજાની તલવારબાજી એક્શનની નકલ કરી છે.
વોર્નરે બેટથી કરી તલવારબાજી, ' ફેંસને પુછ્યુ-શું મે જાડેજા જેવુ કઇ કર્યુ?
વોર્નરે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, 'છેલ્લા વર્ષે લગભગ આ જ સમયે સનરાઇઝ હૈદરાબાદ માટે એક જાહેરાતમાં શૂટિંગ સમયે. શું તમને લાગી રહ્યુ છે કે મેં રવીન્દ્ર જાડેજા જેવુ કઇ કર્યુ છે.
ઉલ્લેખનિય છે કે, વોર્નર IPLમાં હૈદરાબાદ માટે રમે છે. IPLની શરૂઆત 29 માર્ચના રોજ થવાની હતી, પરંતુ, કોરોના વાઇરસના કારણે તેને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.